Good News - પેટ્રોલ ડીઝલ થયુ 5 રૂપિયા સસ્તુ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આપી રાહત

Webdunia
ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (16:18 IST)
પેટ્રોલ ડીઝલને સસ્તુ કરવા માટે સરકારે મોટુ પગલુ ઉઠાવ્યુ છે.  નાણાકીય મંત્રી અરુણ જેટલીએ ગુરૂવારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 1.5 રૂપિયા પ્રતિ લીટરની કપાતનુ એલાંકર્યુ છે.  બીજી બાજુ તેલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)  1 રૂપિયા પ્રતિ લીટર પોતાની તરફથી ઘટાડશે. આ રીતે કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલ પર 2.50 રૂપિયા પ્રતિ લીટર તત્કાલ રાહત આપશે. 
રાજ્ય સરકારે પણ વેટ ઘટાડ્યુ - નાણાકીય મંત્રીએ ગુરૂવારે પ્રેસ કૉન્ફેંસ કરી જણાવ્યુ કે અમે બધા રાજ્ય સરકાર તરફથી વેટમાં પેટ્રોલ ડીઝલ પર 2.50 રૂપિયા પ્રતિ લીટરમાં કપાત કરાવીશુ. આ વિશે બધા રાજ્યોને લખવામાં આવશે. જેથી ઉપભોક્તાઓને તત્કાલ પેટ્રોલ ડીઝલ પર 5 રૂપિયા પ્રતિલીટરની રાહત મળી શકે. 
<

Finance Minister has announced Rs.2.5 cuts in petrol&diesel prices, reciprocating positively to FM’s announcement, Govt Of Gujarat has also decided to reduce Rs.2.50 on both petrol&diesel. Thus petrol&diesel will be Rs. 5 cheaper in State of Gujarat, tweets Gujarat CM (file pic) pic.twitter.com/gPTA4QuJiO

— ANI (@ANI) October 4, 2018 >
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ તત્કાલ 2.50 રૂપિયાનુ વેટ ઘટાડવાનુ ટ્વીટ કર્યુ છે. આ સાથે મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે પણ 2.50 રૂપિયા પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવા અંગેનુ ટ્વીટ કર્યુ છે. 

સંબંધિત સમાચાર

Next Article