સામાન્ય જનતાના ખિસ્સા પર એકવાર ફરી મોંઘવારીની માર પડી છે. પેટ્રોલ, ડીઝલ આજે વઘુ મોંઘા થઈ ગયા. પેટ્રોલ આજે 35 પૈસા અને ડીઝલ 9 પૈસા મોંઘા થઈ ગયુ છે. દિલ્હીમાં ઈંડિયન ઓયલ પંપ પર પેટ્રોલ 100.56 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. દેશના બધા મોટા શહેરમાં પેટ્રોલની કિમંત 100 રૂપિયાને પાર પહોંચી ચુકી છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 100.23 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 100.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અન્ય બે મહાનગરો (ચેન્નઈ અને મુંબઇ) માં પેટ્રોલના ભાવ થોડા સમય પહેલા જ 100ને પાર પહોચી ચુક્યા છે. મુંબઈમાં આ 29 મેના રોજ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર ગયો હતો. મુંબઈમાં પેટ્રોલની કિમંત હવે 106.59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.