રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધા માટે,અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ અને અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનોની 01 એપ્રિલ 2022થી ગતિ વધારવામાં આવી રહી છે. જેના કારણે આ ટ્રેનોના પરિચાલનના સમયમાં લગભગ 45 મિનિટની બચત થશે. જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના પરિચાલન સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ડિવિઝન પર આ ટ્રેનોના પરિચાલનના સમય નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 12957 અમદાવાદ - નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ તા.1લી એપ્રિલ 2022થી અમદાવાદથી 18:30 કલાકે ઉપડીને 18:45 કલાકે સાબરમતી, 19:35 કલાકે મહેસાણા, 20:38 કલાકે પાલનપુર પહોંચીને દિલ્હી માટે રવાના થશે, પહેલા આ ટ્રેન અમદાવાદ થી 17:45 કલાકે ઊપડતી હતી.
ટ્રેન નંબર 12958 નવી દિલ્હી - અમદાવાદ રાજધાની એક્સપ્રેસ તા. તા.1લી એપ્રિલ 2022થી 06:18 કલાકે પાલનપુર, 07:08 કલાકે મહેસાણા, 08:06 કલાકે સાબરમતી તથા 08:45 કલાકે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસતા.1લી એપ્રિલ 2022થી અમદાવાદ રેલવે સ્ટેશનથી 19:15 કલાકે ઉપડીને, 19:30 કલાકે સાબરમતી, 20:21 કલાકે મહેસાણા, 20:42 કલાકે ઉંઝા, 21:35 કલાકે પાલનપુર પહોંચીને દિલ્હી માટે રવાના થશે. અગાઉ આ ટ્રેન અમદાવાદ સ્ટેશનથી 18:30 કલાકે ઉપડતી હતી.
ટ્રેન નંબર 12916 દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ તા.1લી એપ્રિલ થી 03:30 કલાકે પાલનપુર, 04:05 કલાકે ઉંઝા, 04:25 કલાકે મહેસાણા, 05:43 સાબરમતી તથા 06:20 કલાકે અમદાવાદ પહોંચશે.