૩.૦૩.૨૦૨૩ને શુક્રવારે ગુજરાતમાં નહી મળે રીક્ષા-કાર, થંભી જશે પૈડા, સી.એન.જી પંપ ધારકોની હડતાળ

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2023 (15:04 IST)
મંગળવારે ગુજરાત રાજ્યના સી.એન.જી ડીલર્સની મિટીંગ મળી હતી. જેમા સર્વાનુમતે તા. ૦૩.૦૩.૨૦૨૩ને શુક્રવારે સવારે ૦૭ કલાકથી અચોક્કસ મુદ્દત માટે સી.એન.જી વેચાણ બંધ રાખવાનો ર્નિણય કરાયો છે. સી.એન.જી વેચાણ માટેનુ ડીલર માર્જીન છેલ્લા ૫૫ મહિનાથી વધ્યુ નથી. જેના માટે પત્રો, અનેક મિટીંગો કરી પરંતુ સરકાર તરફથી તેનું કોઈ પરિણામ ન આવતા આ ર્નિણય લેવાયો છે. ૩ માર્ચથી વેચાણ બંધ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
 
ફેડરેશન ઓફ ગુજરાતે આ હડતાળની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, સી.એન.જી ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો ૩ માર્ચે હળતાળ પર ઉતરશે. સી.એન.જી પંપ ધારકો હડતાળ પર ઉતરશે જેને લઈ રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માંગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્‌ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
 
FGPDA (ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનન)ના તમામ કમિટી સભ્યોએ એક સૂચના બહાર પાડી છે. જેમાં તેમણે લખ્યું છે કે, સી.એન.જી ડીલર માર્જીન છેલ્લા ૫૫ મહીનાથી વધ્યું નથી, તે અંગે આપણા ફેડરેશન તરફથી અનેક પત્રો લખ્યા, મીટીંગ કરી તેમ છતાં આપણું ડીલર માર્જીન વધાર્યુ નથી માટે ગુજરાચ રાજ્યના તમામ સી.એન.જી ડીલરોએ તા.૩-૩-૨૦૨૩ને શુક્રવારે સવારે ૭ કલાકથી સી.એન.જી વેચાણ અચોક્સ સમય માટે બંધ રહેશ. જેમાં એક નોધ પણ લખેલી છે કે,ગુજરાત ગેસ ફ્રેન્ચાઈઝી ડીલર્સ પણ આપણી સાથે બંધમાં જોડાયા છે. 
 
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કર વધુમાં ઉમેરે છે કે 1 ડિસેમ્બર 2021 થી ઓઇલ કંપનીઓ સીએનજી પર સુધારેલ ડીલર માર્જીન કાપી ગેસ કંપનીને રકમ ચુકવી રહી છે. જેમાં ડીલર્સનુ માર્જીન ઓઇલ કંપનીમાં જમા છે. લાંબા સમયથી આ રકમ ચુકવવા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ એસોસિએશન દ્વારા વિનંતી કરવામાં આવી છે જે હજુ સુધી પરત કરાઇ નથી.

સંબંધિત સમાચાર

Next Article