નજર ઉતારતા લીંબુને લાગી નજર, સફરજનથી પણ વધુ થઈ ગઈ છે કિમંત

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (14:21 IST)
Lemon Price: અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલ, CNG-PNG, LPG સિલિન્ડર, ખાદ્ય તેલ વગેરેની કિંમતોની વાત કરવામાં આવી રહી હતી. પરંતુ હવે તમારી નજર ઉતારનારા લીંબુને  પણ નજર લાગી ગઈ છે. નજર પડી ગઈ છે. હા, લીંબુની કિંમત હવે સફરજન કરતા પણ વધુ છે. લીંબુના વધતા ભાવે સામાન્ય માણસનું બજેટ બગાડ્યું છે. ભાવની બાબતમાં પણ લીંબુ ફળોને પાછળ છોડી ગયું છે. તેની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
 
વધતા તાપમાન વચ્ચે દેશમાં લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ લીંબુની આવક ઓછી છે. એક વિક્રેતાએ જણાવ્યું હતું કે ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ હોય છે અને માલની ઓછી ઉપલબ્ધતાના કારણે તેના ભાવ વધી રહ્યા છે. નાગપુરના એક વિક્રેતાએ જણાવ્યું કે સપ્લાયની અછતને કારણે લીંબુના ભાવમાં વધારો થયો છે. અન્ય એક વિક્રેતાનું કહેવું છે કે 500 થી 1000 રૂપિયામાં 100 લીંબુ વેચવા કે ખરીદવા ખૂબ જ મુશ્કેલ છે.
 
1 એપ્રિલ 2022ના રોજ લીંબુનો ભાવ 240 રૂપિયા પ્રતિ કિલો હતો.
5 એપ્રિલે એક કિલો લીંબુનો ભાવ 270 રૂપિયા પ્રતિ કિલો હતો.
આજે 11  એપ્રિલે લીંબુનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

સંબંધિત સમાચાર

Next Article