સાયબર ફ્રોડઝ અંગે જાગૃતી માટે HDFC બેંકની “મુંહ બંધ રખો” અનોખી ઝુંબેશ

Webdunia
શનિવાર, 21 નવેમ્બર 2020 (21:50 IST)
એચડીએફસી બેંકે સાયબર ફ્રોડ અંગે જાગૃતી પેદા કરવા તથા તેને રોકવા માટે “મુંહ બંધ રખો” ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. આગામી ચાર માસમાં  આ વિષયે 1,000 વર્કશોપ્સનુ આયોજન કરશે. સિવીવી, એક્સપાયરી ડેટ, ઓટીપી, નેટબેંકીંગ/ મોબાઈલ બેંકીંગ લૉગઈન આઈડી અને પાસવર્ડ સહિતની વિગત  ફોન ઉપર, એસએમએસ, ઈ-મેઈલ અને સોશિયલ મિડીયા ઉપર નહી આપવા જેવાં સરળ કદમ સામાન્ય જનતાને તેમનાં નાણાં સલામત રાખવા માટે ઉપયોગી નિવડી શકે છે.  આ ઝુંબેશમાં આ બાબતે તથા અન્ય અનેક  બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે.
 
આંતરરાષ્ટ્રીય છેતરપિંડી જાગરૂકતા સપ્તાહ 2020
આ ઝુંબેશ આંતરરાષ્ટ્રીય છેતરપિંડી જાગરૂકતા સપ્તાહ 2020 ને સમર્થન આપે છે, છેતરપિંડીની અસરને ઘટાડવા માટે વૈશ્વિક ચળવળ 15થી 21 નવેમ્બર સુધી યોજાઈ રહી છે. એચડીએફસી બેંક સતત બીજા વર્ષે આમાં ભાગ લઈ રહી છે.“મુંહ બંધ રખો” ઝુંબેશ  મૂળભૂત રીતે કોવિડ-19 સામે લડત માટે શરૂ કરવામાં આવી હતી અને અને હવે સાયબર ફ્રોડ સામેની લડત તરીકે  તેને વિસ્તારવામાં આવી છે. 
 
એક વર્ચ્યુઅલ સમારંભમાં “મુંહ બંધ રખો” ઝુંબેશનો ભારત સરકારના નેશનલ સાયબર સિક્યોરિટી કો-ઓર્ડીનેટર,  નિવૃત્ત જનરલ, ડો. રાજેશ પંત અને એચડીએફસી બેંકના ચીફ રિસ્ક ઓફિસર જીમી તાતાના હસ્તે શરૂ કરવામાં આવી છે.
 
એચડીએફસી બેંકના ચીફ રિસ્ક ઓફિસર જીમી તાતાએ જણાવ્યું હતું કે  “હાલમાં વધુને વધુ લોકો બેંકીંગ સર્વિસીસનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ ઝુંબેશની તાતી જરૂરિયાત છે. મહામારી દરમ્યાન આ ઝુંબેશને વેગ મળ્યો છે. સામાજીક જવાબદાર કોર્પોરેટ સીટીઝન તરીકે અમે દેશભરમાં ગ્રાહકો અને સામાન્ય જનતા માટે નિયમિતપણે સિક્યોર બેંકીંગ વર્કશોપ્સનુ આયોજન કરી રહ્યા છીએ. આ ઝુંબેશ મારફતે અમે તેને હવે તપાસ એજન્સીઓ સહિત તમામ સહયોગીઓ માટે હવે પછીના સ્તરે આગળ લઈ જવા માગીએ છીએ.”
 
સલામત બેંકીંગ માટેની ટીપ્સ:
• પીન, પાસવર્ડઝ, બેંક ડીટેઈલ્સ કોઈને પણ જણાવશો નહી.
• તમે જ્યારે પણ તમારૂ સરનામુ, સંપર્ક નંબર, અથવા ઈ-મેઈલ આઈડી બદલો ત્યારે  તમારી બેંકને જાણ કરો
• તમારા ખાતામાં અથવા તો કાર્ડથી કોઈ શંકાસ્પદ વ્યવહારો થયેલા ધ્યાન ઉપર આવશે તો એચડીએફસી બેંક તમને ફોન નંબર 61607475 ઉપરથી ફોન કરશે.
• હંમેશાં તમારો રિજીયોનલ ફોન બેંકીંગ નંબર  તમારી સંપર્ક યાદીમાં સેવ કરી રાખો, તમારૂ કાર્ડ ખોવાય કે ચોરાઈ ગયુ હોય  અથવા તો તમને કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેકશન એલર્ટ મળે ત્યારે તે તમને તાકીદની પરિસ્થિતિમાં મદદરૂપ બનશે. તમે 61606161 અથવા તો ટોલ ફ્રી નંબર 18002586161 ડાયલ કરીને એચડીએફસી બેંકના ફોન બેંકીંગ નંબર સુધી પહોંચી શકશો.  
• તમારા, મોબાઈલ, ટેબલેટ, લેપટોપ જ્યારે પબ્લિક/ ફ્રી વાઈ-ફાઈ  સાથે જોડાએલા હોય ત્યારે તેની પરથી  કોઈ બેંકીંગ વ્યવહાર કરશો નહી. તે ખુલ્લાં હોય છે અને એટલા માટેજ અસલામત હોય છે.

સંબંધિત સમાચાર

Next Article