દેના વિજયા અને બેંક ઓફ બરોડાનો વિલય થશે. દેશની ત્રીજી મોટી બેંક બનશે

Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (12:00 IST)
કેન્દ્ર સરકારે ત્રણ  બેંક દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાના વિલયનો નિર્ણય કર્યો છે.  મર્જ થયા પછી આ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બનશે. 
 
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ, "સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે બેંકોના એકીકરણ અમારા એજંડામાં છે. આ દિશામાં પ્રથમ પગલુ જાહેર કરવામાં આવ્યુ. તેનાથી કોઈ પણ બેંક કર્મચારીની સેવાઓ પર પ્રતિકૂળ અસર નહી પડે. બધા માટે સેવા પરિસ્થિતિયો સારી રહેશે. 
 
સુધારાથી મજબૂત થશે બેંક પ્રણાલી 
 
રાજીવ કુમારે જણાવ્યુ કે બેંકોની પરિસંપત્તિયોની ગુણવત્તા કાયમ રાખવાનુ દબાણ વધી રહ્યુ છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો ઈરાદો અગાઉની ભૂલોને ફરીથી ન કરતા બેંકોના મજબૂત કરવાનો છે. 
 

સંબંધિત સમાચાર

Next Article