સરકારનો એક વધુ મોટો નિર્ણય - હવે પ્લાસ્ટિકની નોટોનુ છાપકામ થશે

Webdunia
શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (17:40 IST)
સરકારે આજે સંસદને જણાવ્યુ કે પ્લાસ્ટિક કરંસી નોટોના છાપકામનો નિર્ણય લેવાય ચુક્યો છે અને આ માટે જરૂરી મટિરિયલ એકત્ર કરવાનુ કામ શરૂ થઈ ગયુ છે. નાણાકીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે એક સવાલના લેખિત જવાબમાં લોકસભાને જણાવ્યુ, 'પ્લાસ્ટિકની પરતવાળા બેંક નોટોના છાપકામનો નિર્ણય લેવાય ચુક્યો છે. મટીરિયલની ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.  તેમને પૂછવામાં આવ્યુ કે શુ આરબીઆઈ તરફથી કાગળના નોટોના સ્થાન પર પ્લાસ્ટિકના નોટ લાવવાનો કોઈ પ્રસ્તાવ છે ? 
 
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ટ્રાયલ પછી લાંબા સમયથી પ્લાસ્ટિક કરંસી નોટ લાવવા પર વિચાર કરી રહ્યુ છે. ફેબ્રુઆરી 2014માં સરકારે સંસદને જણાવ્યુ હતુ કે ફીલ્ડ ટ્રાયલના રૂપમાં ભૌગોલિક અને જળવાયુ વિવિધતાઓના આધાર પર પસંદગીના પાંચ શહેરોમાં 10-10 રૂપિયાના એક અરબ પ્લાસ્ટિક નોટ ઉતારવામાં આવશે. આ માટે કોચી, મૈસૂર, જયપુર, શિમલા અને ભુવનેશ્વરની પસંદગી કરવામાં આવી હતી. 
 
પ્લાસ્ટિક નોટના ફીચર્સ 
 
- પ્લાસ્ટિકના નોટ લગભગ પાંચ વર્ષ સુધી સુરક્ષિત રહે છે
- તેની નકલ કરવી મુશ્કેલ પણ હોય છે
- આ ઉપરાંત આ કાગળની નોટોની તુલનામાં વધુ સ્વચ્છ દેખાય છે તેમને પૉલીમર નોટ પણ કહેવામાં આવે છે. 
- એક અભ્યાસ મુજબ પેપરવાળા નોટની તુલનામાં પ્લાસ્ટિક નોટથી ગ્લોબલ વાર્મિગમાં 32 ટકાનો ઘટાડો અને એનજ્રી ડિમાંડમાં 30 ટકાની કમી આવી છે. 
- પ્લાસ્ટિકવાળા નોટનું વજન પેપરવાળા નોટની તુલનામાં ઓછુ હોય છે. આવામાં તેનુ ટ્રાંસ્પોર્ટેશન અને ડિસ્ટ્રીબ્યૂશન પણ સરળ થાય છે. 
- સૌ પહેલા ઓસ્ટ્રેલિયાએ નોટોને નકલથી સુરક્ષિત રાખવા માટે પ્લાસ્ટિક નોટ શરૂ કરી હતી.
 
Next Article