500 અને 1000ના રૂપિયાના નોટ પર બેનના નિર્ણયથી એ લોકોને ખૂબ મુશ્કેલી આવી જેમની પાસે મોટી સંખ્યામાં આ નોટ રહેલા હતા. એવા લોકો જરૂર ખુશ થશે જેમની પાસે આ નોટ નામ માત્રના જ હતા. પણ આ તેમની ગેરસમજ છે. ભલે સરકારના ડિમોંટેટાઈઝેશનના નિર્ણયથી લૉંગ ટર્મમાં દેશને ફાયદો થવાનો દાવો કરવામં આવી રહ્યો છે પણ તેનાથી શોર્ટ ટર્મમાં લગભગ બધાને કંઈક ને કંઈક નુકશાન થયુ છે. આજે અમે તમને આવા જ 5 નુકશન વિશે બતાવી રહ્યા છીએ...
1. ઘટી ગઈ મકાનની કિમંત
આની ગણતરી તમે જાતે જ કરી શકો છો કે 8 નવેમ્બરના રોજ 500-1000 રૂપિયાના નોટ બેન કરવાના નિર્ણય પછી તમારા મકાનની કિમંતમાં કમી આવી ગઈ છે. આગળ પ્રોપર્ટીની કિઁમતમાં ઘટાડો થવાની આશા છે. જેની અસર નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ અને રિસેલ માર્કેટ પર અત્યારથી દેખાવવા માંડી છે. જાણીતી પ્રોપર્ટી રિસર્ચ ફર્મ જેએસએલ ઈંડિય પહેલા જ કહી ચુકી છે કે મોટા શહેરો પર આનો સીમિત પ્રભાવ જોવા મળશે. કારણ કે અહી કેશ ટ્રાંજેક્શન ઓછા થાય છે. તેની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સેકંડરી કે રીસેલ માર્કેટ પર તેની ખાસી અસર જોવા મળશે. કારણ કે આ ડીલ્સમાં કેશનો ભાગ ખૂબ વધુ હોય છે. આની સૌથી વધુ અસર લકઝરી પ્રોપર્ટીઝ પર જોવા મળશે. જ્યા કિમંત 25-30 ટકા સુધી ઘટી શકે છે.
આગળ વાંચો એફડી પર ઘટ્યો ઈંટરેસ્ટ રેટ
2. એફડી પર ઘટ્યો ઈંટરેસ્ટ રેટ - ડિમોનિટાઈઝેશનથી તમને સીધેસીધુ એફડી પર નુકશાન થવા જઈ રહ્યુ છે. હવે તમને તમારી ફિક્સડ ડિપોઝીટ પર ચોક્કસ રૂપે રિટર્ન ઓછુ મળશે. બેંકોએ કેશ વધવાની સાથે જ ડિપોઝીટ રેટમાં ઘટાડો કરવો શરૂ કરી દીધો છે.
એસબીઆઈએ પોતાના એક વર્ષથી 455 દિવસો સુધી ડિપોઝિટ્સ પર ઈંટરેટ્સ રેટ્સ ઘટાવીને 6.9 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક બેંક એફડી પર ઈંટરેસ્ટ રેટ્સ ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે.
આગળ વાચો ઘટ્યુ તમારુ રિટર્ન
3. મ્યુચુઅલ ફંડમાં ઘટ્યુ રિટર્ન
8 નવેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીની જાહેરાત પછીથી 10 વર્ષના સરકારી બૉન્ડો પર યીલ્ડમાં 38 બેસિસ પોઈંટ્સમાં કમી આવી ગઈ છે. જે 16 નવેમ્બરના રોજ 6.40 ટકાના આસપાસ હતી. જો કે તેનથી ઉંઘુ ડેટ મ્યુચુઅલ ફંડ પર સારુ રિટર્ન મળવાની આશા લગાવવામાં આવી રહી છે. કારણ કે બૉંડ યીલ્ડ્સ અને બોન્ડ પ્રાઈસેજમાં તેજી જોવા મળી રહી છે. બોન્ડ પ્રાઈઝેસમાં તેજીનો મતલબ છે કે તેમા ફ્યૂચરમાં સારુ રિટર્ન જોવા મળશે.
આગળ જુઓ સ્ટોક માર્કેટમાં ઘટ્યુ રિટર્ન
4 સ્ટોક માર્કેટમાં ઘટ્યુ રિટર્ન
8 નવેમ્બર પછી સ્ટોક માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનો મતલબ છે કે જો તમે સ્ટોક માર્કેટમં રોકાન કર્યુ છે તો તમને ખાસુ નુકશાન થયુ છે. રિયલ એસ્ટેટ, ઓટો, એફએમસીજી, કંજ્યૂમર ડ્યૂરેબલ જેવા સેક્ટરની ગ્રોથ મોટાભાગે કેશ પર નિર્ભર છે. આ રીતે આ સેક્ટર્સની કંપનીને ડિમોનેટાઈઝેશનનો તગડો ઝટકો સહેવો પડશે. આ આશંકામાં સ્ટોક્સ માર્કેટમાં મોટાભાગના સેક્ટર્સની કંપનીઓન સ્ટોક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડિમોનેટાઈઝેશન ના નિર્ણય પછી 21 નવેમ્બર સુધી સેંસેક્સ 6.7 ટકા સુધી ગબડી ચુક્યો છે. બીજી બાજુ નિફ્ટી આ દરમિયાન 7 ટકાથી વધુ પડી ભાગ્યો છે. આ દરમિયાન રોકાણકારોના લગભગ 9 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે.
આગળની સ્લાઈડમાં વાંચો .. સ્મોલ સેવિંગ્સમાં પણ થશે નુકશાન
5. સ્મોલ સેવિંગ્સમાં પણ થશે નુકશાન
સરકારના આ નિર્ણયથી તમારી સ્મોલ સેવિગ્સ પણ બચશે નહી. બેંકો અને પોસ્ટ ઓફિસોની પાસે કેશ વધી રહ્યો છે. આવામાં તામરી સ્મોલ સેવિગ્સ પર ઈંટરેસ્ટમાં જલ્દી ઘટાડો જોવા મળી શકે છે.