મહેસૂલ વિભાગ માટે કુલ `૪૩૯૪ કરોડની જોગવાઇ

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (17:24 IST)
મહેસૂલી વહીવટમાં સરળીકરણ માટે સરકારે વિવિધ પ્રક્રિયાઓમાં સુધારા કરી લોકાભિમુખ વહીવટ માટે પગલાં લીધેલ છે. પારદર્શિતા વધારવા એની આર.ઓ.આર 
(Any-RoR) તથા આઇ-ઓરા(i-ORA) પોર્ટલ પર ડિજિટલ સિગ્‍નેચર અને ક્યુ.આર. કોડ સાથેના મહેસૂલી દસ્તાવેજોની અધિકૃત નકલ સરકારે ઉપલબ્ધ કરાવી છે. આ વ્યવસ્થાથી આશરે ૮ લાખ કરતા વધુ ખેડૂતોને ૭/૧૨, ૮-અ તેમજ હક પત્રકની પ્રમાણિત નકલો ઓનલાઇન પદ્ધતિથી આપવામાં આવેલ છે.
ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારની મિલકતની માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવા માટે સ્વામિત્વ યોજના અમલી.  
મહેસૂલ વિભાગની કચેરીઓ તથા સ્ટાફ ક્વાટર્સ માટે જોગવાઇ `૧૮૬ કરોડ.
૪ સબ રજીસ્ટ્રાર કચેરીઓને મોડલરૂપ બનાવવા જોગવાઇ `૫ કરોડ.
ગુજરાત મહેસૂલ પંચની કચેરી ખાતે ચુકાદાના હુકમો, પ્રોસિડીંગ વિગેરે ડિજિટાઇઝ કરવા માટે જોગવાઇ `૧ કરોડ.

સંબંધિત સમાચાર

Next Article