સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ ૧૧૮૧ યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ ૨૧૪૩ યુનિટ છે, જે ગુજરાતના વિકાસને પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં અંદાજે ૧૯ લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું જોડાણ આપવામાં આવેલ છે, જે ટકાવારીની દૃષ્ટિએ દેશમાં સૌથી વધારે છે. આ સાથે પાંચ હજાર જેટલા ઔદ્યોગિક એકમો અને આશરે ૧૪ હજાર વ્યાપારી એકમોને કુદરતી ગેસના જોડાણ આપવામાં આવેલ છે. કુદરતી ગેસના આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશના ક્ષેત્રે રાજ્ય દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.