Beauty Tips- ચમકતી અને દમકતી ત્વચા માટે ઘરેલુ ઉપાય

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2017 (14:58 IST)
સુંદર દેખાવા માટે તમે બજારમાં મળતા  મહંગા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો ,પણ શુ તમે જાણો છો કે થોડા ઘરેલુ ઉપાયથી તમે પણ તમારી ખૂબસૂરતીમાં વધારો કરી શકો છો. 
 
 ગ્લોઈંગ ત્વચા માટે-

બે ચમચી મસૂર દાળના  લોટમાં ઘી અને દૂધ નાખી મિશ્રણ તૈયાર કરી લો. પછી આને ચેહરા ,ગરદન અને હાથો પર લગાવો.સૂક્યા પછી 
ધોઈ લો .આથી તમારી ત્વચા ગ્લો કરવા લાગશે. 
 
કરચલીઓ
 
ચેહરાની કરચલીઓ  મટાડવા માટે એરંડાનું તેલ દરરોજ ચેહરા પર લગાવો. આથી કરચલીઓ પર અસર પડશે અને સ્કીન પણ સાફ્ટ થઈ જશે. 
 
ડાઘ-નિશાન 
 
નિખરી ત્વચા મેળવવા માટે કાચા બટાટાને ચેહરા પર 5-10 મિનિટ સુધી ઘસવું. થોડા જ અઠવાડિયામાં તમારા ચેહરાના ડાઘ અને નિશાન દૂર થઈ  જશે. 
 
ચેહરા પર ગ્લો. 
 
ચંદન  તમારી સ્કીનને ઠંડક પહોંચાડે છે. ચંદન પાઉડરમાં હળદર અને કાચુ દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને ચેહરા પર લગાવો. અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. થોડા દિવસોમાં જ આથી તમારા ચેહરા પર  ગ્લો આવશે. 
 
ડાર્ક સર્કલ 
 
ડાર્ક સર્કલ હટાવા માટે પૂરતી અને ગહરી ઉંઘ જરૂરી છે. આ સિવાય કાકડીને આંખો પર રાખી . સૂતા માટે પહેલા આંખો નીચે ડાર્ક સર્કલ પર બદામનુ તેલ લગાવો. 
 
તાપથી બચાવ 
 
તાપ તમારી સ્કીનને ખૂબ જ નુકશાન પહુંચાડે છે. તાપથી બચવા માટે બહાર જતાં સમયે હમેશા સનસ્ક્રીન લોશન લગાવી જવ. તમે ઘરે  પણ સનસ્કીન બનાવી લગાવી  શકો છો. આ માટે કાકડીના રસમાં ગ્લિસરીન અને ગુલાબ જળ મિક્સ કરી ફ્રીજમાં મુકી દો. બહાર જવાના 20 મિનિટ પહેલાં આ મિશ્રણને ચેહરા પર અને હાથ્-પગ પર લગાવો. આ તાપથી બચાવ સાથે બળેલી સ્કીનને પણ સારી કરે છે. 
 
 
 
Next Article