શિવજીના ભજન - અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી

Webdunia
શનિવાર, 27 ઑગસ્ટ 2022 (08:49 IST)
Agadbam Shiv Laheri  અગડ બમ ડાક વાગે ડમરૂ 
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન 
 
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
 
ભાંગ વાવી ભોળા નાથે નિંદે છે ગણેશ
ભાંગવાવી….
ભાંગ વાવી ભોળા નાથે નિંદે છે ગણેશ
પાર્વતીજી પાણી વાળે છુટા મેલી કેશ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
 
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
 
ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક
ભાંગ કેરા….
ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક
પીરસે મૈયા પાર્વતી ને જમે ભોળો નાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
 
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
 
હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ
હાથ લીધી
હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ
દેખો મૈયા પાર્વતી જી કેશો ભયૉ રંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
 
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
 
નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર
નાગ કેરા…
નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર
નાગણ ના સિંગાર સોહાવે ભોળા નાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
 
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
 
કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે પગ
કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે પગ
નરશી મેહતા પૂજે અપૂજ લિંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે
 
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ

સંબંધિત સમાચાર

Next Article