આજે અમે તમને ભારતના ભોલેનાથના એક એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ, જે ખૂબ જ અનોખું છે. ખજુરાહોનો સૌથી ઉંચો મંદિર છે. અહી શિવલિંગનું કદ દર વર્ષે વધતું જાય છે આ વિચિત્ર મંદિરનું નામ માતંગેશ્વર છે, જે મધ્ય પ્રદેશના ખજુરાહોમાં આવેલું છે. ખજુરાહો એક પર્યટન સ્થળ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરવામાં આવી છે. અહીં તમને હિન્દુ અને જૈન મંદિરો જોવા મળે છે.
અહી મંદિરમાં શિવલિંગની ઉંચાઈ 9 મીટર છે. અહી આવતા દરેક ભક્તો મૂર્તિને જોઇને આશ્ચર્યમાં પડી જાય છે. દર વર્ષે શિવલિંગના કદમાં એક ઇંચનો વધારો થઈ રહ્યો છે.
મંદિરના પૂજારીઓ અને પર્યટન વિભાગના લોકો દર વર્ષે આ શિવલિંગને ટેપથી માપે છે. તેમનો દાવો છે કે આ શિવલિંગ જમીનથી જેટલું ઉપર છે તેટલું જ જમીનની નીચે પણ છે. એટલે કે તેનું કદ બંને તરફ સરખું રહે છે કે તે ધરતીની ઉપર હોય કે ધરતીની નીચે.
ખજુરાજોનો સૌથી ઉંચો મંદિર
લક્ષ્મણ મંદિરની પાસે સ્થિત આ મંદિર 35 ફીટના વર્ગાકારમાં છે. તેનો ગર્ભગૃહ પણ વર્ગાકાર છે. પ્રવેશ દ્વાર પર પૂરબની તરફ છે. મંદિરનો શિખ બહુમાળી છે. તેનુ નિર્માણ કાળા 900 થી 925 ઈની આસપાસનો માનવામાં આવે છે.
પૌરાણિક કથામાં જણાવ્યુ છે કે ભગવાન શિવની પાસે એક મરકત મણિ હતી જેને તેણે પાંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરને આપી હતી. તેની પાસેથી આ મણિ મતંગ ઋષિની પાસે પહોંચી. મતંગ ઋષિઅએ આ મણિ રાજા હર્ષવર્મનને આપી દીધી. શિવવલિંગની સુરક્ષા માટે તેની નીચે મણિને દબાવી દીધો. ત્યારથી મણિ શિવલિંગની નીચે છે. મતંગ ઋષિઅની મણિના કારણે આ મંદિરનો નામ મતંગેશ્વર મહાદેવ પડ્યુ. માનવુ છે કે આ મંદિર ચંદેલા શાસક હર્ષદેવના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં એક વિશાળ શિવલિંગ છે.
જે 8.5 ફૂટ ઉંચી છે. તેનો પરિઘ લગભગ 4 ફૂટ છે. લોકો આ શિવલિંગને મૃત્યુંજય મહાદેવના નામથી પણ જાણે છે.