વ્રતની વિધિ: આ વ્રત શ્રાવણ વદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. કુંવારીકાઓ સારા પતિ માટે અને પરણિત સ્ત્રીઓ પતિના દીર્ધાયુ અને સર્વાંગી વિકાસ માટે આ વ્રત કરે છે. સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ લીમડાના વૃક્ષની અને મહાદેવજીના મંદિરે શિવ-પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરવી. આ દિવસે ઉપવાસ રાખવો. સૌથી પહેલામા પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે કરેલ હતું. આ વ્રતની વિશેષ ખાસિયત એ છે કે કોઈપણ વસ્તુ ખાવા-પીવા માટે ફૂલ સૂંધીને અંગીકાર કરવામાં આવે છે. ચાહે પાણી પીવું હોય, ભોજન કરવું હોય કે અલ આહાર લેવો હોય. ગુલાબ, મોગરો, કેવડો કે અન્ય કોઈ પણ ફૂલ સૂંઘી શકાય. સાંજે ગાયનું પૂજન કરવું. રાત્રે જાગરણ કરી ઈષ્ટ દેવની સ્તુસ્તિ કરવી.