તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિના કારણે વર્ષ ૨૦૦૯માં ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનેલ.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં ગ્લાસગો ખાતે યોજાયેલ કોપ-૨૬ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે નેટ-ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંકોની જાહેરાત કરી છે. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો વિકાસ કરી રાજ્યે ૧૫ હજાર મેગાવોટની ક્ષમતા સ્થાપેલ છે જ્યારે ૩૦ હજાર મેગાવોટના કાર્યો હાલ પ્રગતિ હેઠળ છે.
•૩ લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી ૧૬૮૦ મેગા વોટની ક્ષમતા મેળવી રાજ્યે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. વધુ સવા લાખ ઘરોને આ યોજના હેઠળ લાભ આપવા માટે જોગવાઇ `૮૨૫ કરોડ.
•સરકારી શાળા, કોલેજો, હોસ્પિટલોના મકાનો ઉપર સોલર રૂફટોપ સ્થાપિત કરી ૧૦ મેગાવોટની ક્ષમતા ઊભી કરવા માટે જોગવાઇ `૩૭ કરોડ.