રાજ્યની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે પરિવહનની સુયોજિત અને સુદૃઢ વ્યવસ્થા અનિવાર્ય છે. છેલ્લાં બે દશકમાં રાજ્ય ધોરીમાર્ગો તેમજ ગ્રામ્ય રસ્તાઓમાં વિસ્તૃતિકરણ અને સુદૃઢીકરણ માટે થયેલા કામોને પરિણામે રાજ્યમાં આજે આંતરરાષ્ટ્રીય સ્તરના રસ્તાઓનું નેટવર્ક પથરાયેલ છે. આ ગતિને વધુ વેગ આપી અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓના વિકાસ માટે અમારી સરકાર આયોજન કરી રહેલ છે. હાલમાં રાજ્યમાં `૨૩ હજાર કરોડના જુદા જુદા રસ્તાઓનાં કામો પ્રગતિ હેઠળ છે. ઉત્તરોત્તર વિકાસને વરેલી અમારી સરકાર દ્વારા આગામી વર્ષમાં અંદાજે `૧૦ હજાર કરોડના રસ્તાઓના કામો હાથ ધરવાનો નિર્ણય કરેલ છે.
•દરિયાકાંઠે આવેલ હયાત રસ્તાઓનું અપગ્રેડેશન તેમજ પુલના બાંધકામ સહિત કોસ્ટલ હાઇ-વે વિકસાવવા `૨૪૪૦ કરોડનું આયોજન જે પૈકી પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઇ `૨૪૪ કરોડ.
•આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો બનાવવા જોગવાઇ `૧૦૫ કરોડ.
•સુરત ખાતે બહુમાળી વહીવટી ભવનમાં રાજ્ય સરકારની કચેરીઓને કાર્યાન્વિત કરવા ઓફિસ સ્પેસ પેટે જોગવાઇ `૧૦૦ કરોડ.
•આદિજાતિ વિસ્તારના ગિરિમથક સાપુતારાથી શબરીધામ, ઝરવાણી ધોધ થઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરને જોડતા ૧૦ મીટર પહોળા અને ૨૧૮ કિલોમીટર લંબાઇના રસ્તાને વિકસાવવા માટે `૧૬૭૦ કરોડનું આયોજન જે પૈકી આ વર્ષે પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઇ `૯૦ કરોડ.
•ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી પર `૪૦૦ કરોડના ખર્ચે ૨ કિલોમીટર લંબાઇનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર.