હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ નહીં પણ પ્રવિણ રામ છે અસલ આંદોલનકારી, ભાજપે બેઠકનું આમંત્રણ આપ્યું

Webdunia
શુક્રવાર, 3 નવેમ્બર 2017 (14:17 IST)
ફિક્સવેતનથી લઈને કર્મચારીના શોષણ મુદ્દે આંદોલન ચલાવનાર ગુજરાત જન અધિકાર મંચના પ્રવિણ રામને ભાજપના નેતાઓએ ચર્ચા માટે આમંત્રણ આપ્યાનું બહાર આવ્યુ છે. સુરતમાં કોંગ્રેસના અશોક ગેહલોત સહિતના નેતાઓ સમક્ષ તેમણે કર્મચારીઓ, પોતાના વિસ્તાર અને સમાજની માંગણીઓનું મેમોરેન્ડમ આપ્યા બાદ ભાજપના કેટલાક આગેવાનોએ તેમનો સંપર્ક શરૃ કર્યો છે.

આહિર સમાજમાંથી આવતા પ્રવિણ રામ વર્ષોથી ફિક્સ-પે અને બેરોજગારી મુદ્દે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. પોતે ગીર- સોમનાથ જિલ્લામાંથી આવતા હોવાથી તેમણે સ્થાનિક સ્તરે ખેડૂતોને કનડતા ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે પણ આંદોલન શરૃ કર્યુ હતુ. આવા અનેક વિષયો સાથે સુરતની તાજ હોટલમાં તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજીને કર્મચારીઓના પડતર પ્રશ્નો, આઉટસોર્સથી લઈને તાલાલા, મેંદરડા, ઉના, માળિયા, ગીર ગઢડામાંથી ઈકો સેન્સેટિવ ઝોન ઉઠાવવા અને પોતાના આહિર સમાજ માટે સૈનામાં અલાયદી રેજિમેન્ટ રચવાની માગંણીઓનું આવેદનપત્ર સોંપ્યુ હતુ. આ મુદ્દે કોંગ્રેસ કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચે તે પહેલા ભાજપમાંથી આમંત્રણ મળવા અંગે તેમણે કહ્યુ કે, ભાજપના સ્થાનિક નેતા સંપર્કમાં છે, સરકાર સાથે અગાઉ પણ ચર્ચાઓ થઈ છે. સત્તાવાર કોઈ આમંત્રણ મળ્યુ નથી.

સંબંધિત સમાચાર

Next Article