વડોદરામાં ભાજપના એક કાર્યકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો ફોન કરીને વાતચીત કરી હતી. હવે તેમણે ફરીવાર ખંભાતના કાર્યકરને ફોન કરી વાતચીત કરી હતી. ખંભાત શહેર ભાજપ પ્રમુખ પિનાકીનભાઇ બ્રહ્મભટ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલચાલ પૂછતાં જ મોદી જવાબ આપે છે 'આપણે એવા ને એવા'. સાથે જ મોદી ખંભાતના પૂર્વ ધારાસભ્ય સ્વ. શિરીષ શુકલને પણ યાદ કરે છે.
મોદીએ પિનાકિન ભાઈ સાથે કરેલી વાતચિતના અંશો પિનાકીનભાઇ: નમસ્કાર સર મોદી: કેમ છો પિનાકીન? પિનાકીનભાઇ: કેમ છો મજામાં? મોદી: આપણે એવા ને એવા પિનાકીનભાઇ: તમને દિવાળીની શુભકામના મોદી: તમને અને તમારા પરિવારને શુભકામના. શું કરે છે શિરીષભાઇનો પરિવાર? પિનાકીનભાઇ: તેમનો બાબો છે. તે એલઆઇસીનું કામ કરે છે. અમે પણ તેનું ધ્યાન રાખીએ છીએ અને સંગઠનમાં પણ સાથે કામ કરે છે. મોદી: હમમમમ. શું પિનકીન તારા શું હાલ છે? લેબોરેટરી ચાલે છે તારી? પિનાકીનભાઇ: લેબોરેટરી ચાલે છે સાહેબ મોદી: હા... પિનાકીનભાઇ: આ વખતે સિઝન બહુ ડાઉન છે મોદી: તો સારું કહેવાય ને યાર પિનાકીનભાઇ: મારો પ્રશ્નો એ છે કે એક જમાનામાં સાધનો ઓછા હતા. આજે પાર્ટીના કાર્યકરો પાસે પર્યાપ્ત સાધનો છે તો એવી જ નિષ્ઠાથી કામ કરવું હોય તો શું કરાય? મોદી: જો પિનકીન, પહેલી વસ્તુ એ છે કે આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની નિષ્ઠામાં કોઇ ઓટ નથી આવી. જરાય ઓટ નથી આવી. મૂળ મુદ્દો શું હોય છે? ઘણીવાર આપણે ઘરમાં વીજળીનો બલ્બ હોય, તાર હોય, પલ્ગ હોય, બધું હોય પણ ઘણીવાર સ્વીચ ચાલુ કરીએ એટલે વીજળી ચાલતી ના હોય. પછી આમ તેમ વિચાર કરીએ અને સહેજ પલ્ગ સરખો કરીએ એટલે લાઇટ ચાલુ થાય. પેલુ ડિસકનેક્ટ થઇ ગયું હોય ને એના કારણે તાર ઢીલો લાગે આપણને. પિનકીન જોડે કેટલા વર્ષે મારી વાત થઇ. આનંદ આવ્યો કે ના આવ્યો. એકદમ બેટરી ચાર્જ થઇ કે નહીં? થઇને? મોદી: કાર્યકર્તાને આ જ જોઇએ ભઇ. ગમે તે સ્તરનો માણસ હોય. હું પ્રધાનમંત્રી હોઉં તો શું થઇ ગયું ભઇ. હું એક જમાનામાં પિનાકીન જોડે બેસતો હતો. તો પછી.. આપણે આટલી કાળજી લઇએ તો કોઇ કચાસ ના આવે. સમય આવે આપણો કાર્યકર્તા જી-જાનથી જૂટી જાય છે. મેં જોયું છે ચૂંટણી આવતાં આપણા કાર્યકર્તાઓ ત્રણ-ત્રણ મહિના સુધી ઘરે નથી જતાં. બસ એ યાદ કરીએ. સ્મરણ કરીએ અને દોડતા રહી. નક્કી માનીને ચાલીએ. કોણ શું કરે છે? એની ચિંતા છોડીએ અને મારે પગવાળીને બસવું નથી એવું નક્કી કરીએ. મારી ખૂબ શુભકામનાઓ છે. ખંભાતવાસીઓને મારી ખૂબ યાદ આપજો. આ વખતે દિવાળીમાં મને કોઇએ હલવાસન મોક્યું છે લ્યા. પિનાકીનભાઇ: હા મોકલ્યું છે ચોક્કસ મોદી: તો હલવાસન કાલે જ ખાધું મેં પિનાકીનભાઇ: ઓકે શું વાત છે. આપણો ખંભાતનો નાતો જૂનો છે સાહેબ મોદી: હા રાખવો પડે ને ભાઇ પિનાકીનભાઇ: આપણે ફઝલપુરમાં સભા કરવા સાથે ગયા હતા મોદી: હા યાદ છે ને. પિનાકીન તને હું ના ભૂલું ચાલો પિનાકીન આવજો. શિરીષભાઇના ઘરે મારી યાદ આપી દેજે