સુરતમાં કોંગી કોર્પોરેટરનું પાસને સમર્થન, કોંગ્રેસ નિર્ણય નહીં લે તો રાજીનામું

Webdunia
શનિવાર, 18 નવેમ્બર 2017 (15:06 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતાઓને કોંગ્રેસે દિલ્હી બોલાવ્યા બાદ ગુજરાત ભવન ખાતે બેસાડી રાખી તેમની સાથે મીટિંગ નહીં કરાતા હવે પાટીદારો અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. હાર્દિક પટેલે આખરે મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને પાસ વચ્ચે બધુ બરાબર છે ત્યારે સુરતમાં પાછો કોંગ્રેસમાં વિખવાદ થયો છે.  સુરત કોંગ્રેસના ચાર કોર્પોરેટર મેદાનમાં આવ્યાં છે. અને કોંગ્રેસ જો યોગ્ય નિરાકરણ નહીં લાવે તો ચારેય કોર્પોરેટર કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સમાજ સાથે રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

તે ઉપરાંત પાટીદાર અનામત આંદોલનના એક સભ્યએ તો એટલે સુધી કહ્યું હતું કે કોંગ્રેસ યોગ્ય નિર્ણય નહીં લે તો તેના નેતાઓને પણ ઘરેથી બહાર નિકળવાનું બંધ કરાવી દઈશું. ત્યારે અચાનક આવી ધમકીઓના કારણે કોંગ્રેસના કાર્યાલયો પણ બંઘ થઈ ગયાં હતાં.

સંબંધિત સમાચાર

Next Article