- હું આ જીતનો શ્રેય ગુજરાતના લોકોને આપવા માંગીશ. તેની સાથે જ હું ભરોસો અપાવું છું કે રાજ્યના લોકો જે ઇચ્છે છે, ભાજપા આવતા 5 વર્ષ સુધી આ દિશામાં કામ કરશે: CM રૂપાણી
– વિકાસ જીત્યો, ગુજરાત જીત્યું, ફરી સત્તાનું સુકાન સોંપ્યું. નવા સીએમ હાઇકમાન્ડ નક્કી કરશે. ફરી વિકાસનો રથ આગળ ધપાવશુ: વિજય રૂપાણી
– હિમાચલ પ્રદેશ અને ગુજરાતના પરિણામો બાદ બોલ્યા પીએમ મોદી, બંને રાજ્યોની પ્રજાનો હું આભાર માનું છું. હું લોકોને વિશ્વાસ અપાઉ છું કે તેમની આશાઓ માટે હું અથાગ પ્રયત્ન કરીશ: મોદી
- ગુજરાતમાં પાર્ટીના પ્રદર્શન પર બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ - મને 105 સીટો સુધીની આશા હતી પણ રામ મંદિરના મુદ્દાને કારણે 120 સીટો સુધી આવી શકતી હતી. 150 સીટોનુ લક્ષ્ય મને હંમેશાથી હાસ્યાસ્પદ લાગી રહી હતી.
- નીતિન પટેલ પાછળ ચાલવાને લઈને શહનવાજ હુસેને કહ્યુ કે જો પાર્ટી મોટા બહુમતની સાથે જીતે છે તો પણ 1-2 સીટો પર મોટા ઉમેદવાર હારે છે એ કોઈ નવી વાત નથી.
- -પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની હાર
-સુરતની કરંજ બેઠક પર ભાજપના પ્રવીણભાઈ ઘોઘારીનો વિજય
-રાજકોટ દક્ષિણ બેઠક પર ગોવિંદભાઈ પટેલનો વિજય
-જૂનાગઢની માંગરોળ બેઠક પર કોંગ્રેસના બાબુભાઈ વાજાનો વિજય
-જેતપુર બેઠક પર ભાજપના જયેશ રાદડિયાનો વિજય
-અમદાવાદની વટવા બેઠક પર ભાજપના પ્રદીપસિંહ જાડેજાનો વિજય
- અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભુપેન્દ્ર પટેલની જીત
ગુજરાતમાં કોની સરકાર રચાશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલા સસ્પેન્સનો આવતીકાલે અંત આવશે. ગુજરાતમાં સત્તામાં પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન થશે તેને લઇને હાલમાં તમામ રાજકીય પંડિતો અને રાજ્યના લોકોમાં ચર્ચા ચાલી રહી છે. એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદથી ઉત્તેજના વધી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ચૂંટણીને લઇને માત્ર ગુજરાતના લોકોની જ નહીં બલ્કે દેશના લોકોની તથા કેટલાક અન્ય દેશોની પણ નજર હતી. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં આ ચૂંટણી યોજાઈ છે. ભાજપ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી શાસક પક્ષની વિરુદ્ધમાં રહેલા તમામ પરિબળોનો લાભ ઉઠાવીને સત્તા પરિવર્તન માટે તમામ તાકાત લગાવી ચુકી છે. પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન, ઠાકોર સમુદાયના આંદોલન તથા સત્તા વિરોધી લહેર, જીએસટી, નોટબંધીને લઇને લોકોની નારાજગી જેવા તમામ મુદ્દા ભાજપની વિરુદ્ધમાં હોવા છતાં આવતીકાલે આ તમામ પરિબળોનો લાભ ઉઠાવી કોંગ્રેસે મતદારોને પોતાની તરફ કર્યા છે કે કેમ તે બાબત પુરવાર થશે. સત્તા પરિવર્તન કે સત્તા પુનરાવર્તનની બાબત ઉપર ચર્ચા જારી છે. આજે સોમવારના દિવસે 182 બેઠક ઉપર મેદાનમાં રહેલા કુલ 1828 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ, અર્જુન મોઢવાડિયાના ભાવિનો પણ ફેંસલો થનાર છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ
PARTIES
LEADS
WON
TOTAL
Total
0
0
68
BJP
41
2
Congress
21
1
Others
3
0
ગુજરાતમાં વિધાનસભા બેઠકો ઉપર થયેલા મતદાનની મતગણતરી સોમવારે સવારે 8 વાગ્યાથી શરૃ થશે. રાજ્યભરમાં કુલ 37 સ્થળોએ આ મતગણતરી હાથ ધરાશે અમદાવાદ શહેર જિલ્લાની કુલ 21 બેઠકો માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત કોલેજ તથઆ પોલીટેકનિક એમ ત્રમ સ્થળે મતગણતરી થશે. આવી જ રીતે સુરત અને આણંદ ખાતે બબ્બે સ્થળોએ તેમજ બાકીના તમામ જિલ્લાઓ માટે એક-એક સ્થળે મતગણતરી હાથ ધરાશે. દરેક મતગણતરી કેન્દ્ર ખાતે વધુમાં વધુ 14 ટેબલ લગાવવામાં આવશે અને આ મતગણતરી કેન્દ્ર ઈવીએમ-વીવીપેટના સ્ટ્રોંગ રૃમની એકદમ નજીક રહેશે.
આજે અમદાવાદ સહિત રાજયભરના નિયત મતગણતરી કેન્દ્રો પર વિધાનસભા ચૂંટણીના મતદાનની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાનાર છે. અમદાવાદમાં એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજ, પોલીટેકનીક કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાનાર છે. મતગણતરી અને પરિણામોને લઇ રાજકીય પક્ષોના ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને તેના ચુસ્ત સમર્થક-ટેકેદોરોએ આગોતરા આયોજન કરી રાખ્યા છે. તમામ ઉમેદવારો, તેમના પરિવારજનોની સાથે સાથે તેમના સમર્થકો-ટેકેદારો અને તેમના વિસ્તારના લોકોના દિલના ધબકારા વધી ગયા છે. આજે જાહેર થનારા પરિણામોમાં તેમની જીત થાય તે માટેની પ્રાર્થના-દુઆઓનો દોર ચાલી રહ્યો છે. તો, વળી કેટલાક ઉમેદવારો અને તેના સમર્થક-ટેકેદારોએ તો વિજયપતાકા લહેરાય માટે તે માટે જુદી જુદી બાધા-માનતા પણ રાખી દીધી છે. જેનો વિજય નિશ્ચિત મનાઇ રહ્યો છે તેવા ઉમેદવારો અને સમર્થકોએ તો વિજયયાત્રા-સરઘસ કાઢવાના અને ફટકડા ફોડી ઉજવણી કરવાના આગોતરા આયોજન પણ કરી રાખ્યા છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હોઇ ચૂંટણી રસિયાઓઓ પણ ખાસ તૈયારીઓ કરી છે, ઉત્સાહી ચૂંટણી રસિયાઓએ તો નોકરી અને ધંધા-રોજગારમાં રજા રાખી વહેલી સવારથી જ ટીવી સ્ક્રીન સામે ગોઠવાઇ જઇ લાઇવ રિઝલ્ટની મોજ માણવાનું આયોજન કર્યું છે. ગુજરાતના પરિણામો પર સમગ્ર દેશ અને દુનિયાની નજર મંડાઇ હોઇ આજે તમામ મીડિયા-ચેનલ્સ દ્વારા પરિણામોની પળેપળની માહિતી અને લાઇવ અપડેટ્સ લોકો સુધી પહોંચાડાશે.