ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું લીસ્ટ આખરે જાહેર થઈ ગયું છે. ભાજપે આજે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં પ્રથમ તબક્કાના 45 અને બીજા તબક્કાના 25 ઉમેદવારો જાહેર કર્યાં હતાં, આ યાદીમાં મોદીએ બિલકુલ સુરક્ષિત રણનિતીના આધારે નામો જાહેર કર્યાં હતાં. આ યાદીમાં ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને સીનિયર ધારાસભ્યોને ફરીથી રિપીટ કર્યા હતા. આ યાદીમાં વઢવાણના ધારાસભ્ય વર્ષાબેન દોષીને પડતા મૂકવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ ફાળવવામાં આવી છે.