ચંદ્ર પર ભારતના ચંદ્રયાન મિશનો

Webdunia
શુક્રવાર, 6 માર્ચ 2020 (12:30 IST)
માનવીએ આજથી 38 વર્ષ પહેલા ચંદ્ર પર પગ મુક્યો હતો. એપોલોયાન (કોલમ્બિયા) દ્વારા આર્મસ્‍ટ્રોંગ અને એલ્ડ્રિને ઇગલ યાન દ્વારા ચંદ્રની ધરતી પર ઉપરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. અવકાશી અભિયાનને લાગે વળગે છે ત્‍યાં સુધી આ ક્ષેત્રમાં ભારતનું એ પ્રથમ કદમ હશે. ''ચંદ્રયાન-1'' ની તૂલનાએ ''ચંદ્રયાન-2'' અભિયાનનો સમયગાળો ઘણો ઓછો હશે. ચંદ્ર અભિયાનનો મુખ્‍ય હેતુ ચંદ્રની ધરતી પરનાં રસાયણોની ચકાસણી કરવા ઉપરાંત ઉર્જા કટોકટીનો ઉકેલ મેળવવા વૈકલ્‍પિક ઉર્જા સ્ત્રોતની શોધખોળ કરવાનો છે. ''ચંદ્રયાન-1'' નો લોન્‍ચીંગ શેડયુલ 9મી એપ્રિલ-2008 મુકરર થયેલ છે. 
 
ચંદ્રનો એક દિવસ એક મહીનાનો હોય છે. ત્યાં બે સપ્તાહ પ્રકાશ રહે છે અને બે સપ્તાહ અંધારૂં. જ્યારે ત્યાં પ્રકાશ હોય છે ત્યારે ત્યાં એટલી ગરમી હોય છે કે પાણી પણ ઉકળવા માંડે. ચંદ્ર પર દિવસ દરમિયાન તાપમાન ડિગ્રી ફેરનહાઇટ હોય છે. ચંદ્રની રાત્રીએ દક્ષિણ ધ્રુવ કરતા પણ વધુ ઠંડી પડે છે. રાત્રીનાં ચંદ્રનું તાપમાન શૂન્યથી 250 ડીગ્રી નીચે જતું રહે છે.
 
ચંદ્રનો વ્યાસ 2160 માઇલ છે. ત્રાજવામાં તોલવામાં આવે તો એક તરફ પૃથ્વી રહે અને બીજી તરફ 81 ચંદ્રને રાખવા પડે. પૃથ્વીનો પ્રકાશ જ્યારે ચંદ્ર પર પડે ત્યારે તે પ્રકાશ ચાંદનીથી 60 ગણો વધુ તેજ હોય છે. જે પ્રકાશમાં તમે આરામથી પુસ્‍તક વાંચી શકો છો.
 
પૃથ્વી પરથી જેટલો મોટો ચંદ્ર આપણને દેખાય છે તેનાથી ચાર ગણી મોટી પૃથ્વી ચંદ્ર પરથી દેખાય છે. ચંદ્ર પર તારા ઘણા તેજ દેખાય છે. પરંતુ ઝગમગતા નથી કારણ કે તેના માટે વાતાવરણ જરૂરી છે જે ચંદ્ર પર નથી. 
 
ભારત અને રશિયા સંયુકતરીતે સને 2011 ''12માં ચંદ્ર પર અવકાશયાન મોકલવાનું અભિયાન હાથ ધરનાર છે. ''ચંદ્રયાન-2'' તરીકે ઓળખાનાર આ મિશન મૂન અંગે બન્ને રાષ્ટોનાં વૈજ્ઞાનિકોએ પરામર્શ શરૂ કરી દીધો છે.
 
''ચંદ્રયાન-2'' હેઠળ એક રોબોટ યાનને ચંદ્ર ગ્રહ ઉપર મોકલવામાં આવશે. નાનકડા વાહન જેવું આ યંત્રની ટેકનિકલ સુવિધાઓની મદદથી ચંદ્રની સપાટીનું રાસાયણિક પૃથક્કરણ કરવામાં આવશે. ભારતની સ્‍પેસ એજન્‍સી ''ઈસરો'' (ઈન્‍ડિયન સ્‍પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) સને 2008માં પણ ચંદ્ર પર યાન મોકલવા માટેનું ''ચંદ્રયાન-1'' મિશન હાથ ધરશે. 
 
થોડા દિવસો પહેલા ભારતનાં પ્રધાનમંત્રી ર્ડો.મનમોહનસિંધે રશિયાની ટુંકી મુલાકાત લીધી હતી. એ વખતે ''ઈસરો'' અને રશિયન ફેડરલ સ્‍પેસ એજન્‍સી ''રોસ્‍કોસમોસ'' વચ્‍ચે ચંદ્રયાન-2 મિશન બાબતનાં કરાર પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યાં હતા. અત્રે એ ઉલ્લેખનિય છે કે, ચંદ્ર પરથી લાવવામાં આવેલ માટીનાં નમૂનામાં કેવા કેવા પ્રકારનાં ખનીજો છે તે ચકાસવામાં આવેલ છે. તેમાં ચંદ્ર પર મુખ્‍યત્‍વે હીલિયમ-3 ગેસ હોવાનું જાણવા મળેલ છે. 
 
રેફ્રીજરેટરમાં આ ગેસનો ઉપયોગ થાય છે. નિષ્ણાંતો એવું માને છે કે પૃથ્‍વી પર ઉર્જાની જબરદ્‌સ્‍ત કટોકટી અનુભવાય છે. ચંદ્રયાન-2 મિશન દરમ્‍યાન હાથ ધરવામાં આવનાર પરીક્ષણ ઉર્જા અછતની સમસ્‍યાનો ઉકેલ શોધવામાં મદદરૂપ થઈ શકે છે. ભારતના પડોશી રાષ્ટ્ર ચીને પણ અત્‍યારે મિશન મૂન પ્રોજેકટ હાથ ધર્યો છે ને તેનો મુખ્‍ય ઉદેશ પણ આ જ છે. 

સંબંધિત સમાચાર

Next Article