નાસાએ વિક્રમ લૅન્ડરની બે તસવીરો જાહેર કરી, જેમાં ચંદ્રની સપાટી પર અનેક ડિસ્ટર્બન્સ જોવા મળ્યાનો દાવો કર્યો છે. નાસાએ જણાવ્યું હતું કે, "ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડરનો કાટમાળ પડવાના કારણે ત્યાંની જમીન ઉપર ગાબડાં પડી ગયાં છે."
ભારતનું ચંદ્રયાન-2 મિશન 3 સપ્ટેમ્બરે લૉન્ચ થયું હતું.
ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઊતરવાનું હતું, જ્યાં હજુ સુધી દુનિયાનો કોઈ પણ દેશ નહોતો પહોંચી શક્યો.