આ મહાપર્વનો ત્રીજો દિવસ એટલે કાળી ચૌદશ. જેને રૂપ ચૌદશ અથવા નરક ચર્તુથી પણ કહે છે . આજે પણ લોકો કાળી ચૌદસને દિવસે અડદની દાળ-શ્રીફળ અને વડાને ચાર રસ્તે મૂકી આવી દુર્ગુણો રૂપી અસુરોથી મુકત થવાની કામના કરે છે. ભારતીય પ્રજા આ વિધીને કકળાટ કાઢવો એમ પણ કહે છે.
દિવાળીની રાત એટલે અમાસની રાત્રી.દિવાળીને દિવસે ઘર આંગણે દિવાઓ પ્રગટાવવાની સાથે સાથે અંતરની જયોત પણ જલાવાવમાં આવે છે. ભગવાન શ્રી રામે લંકા પર ચઢાઈ કરી દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો એ પછી તેઓ સીતામાતા સહિત દિવાળીને દિવસે અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ પોત પોતાના ઘરની બહાર દિવડાઓની હાર મૂકી તેમનું સ્વાગત કર્યું હતું. આથી આ દિવસને દિપાવલી કહે છે.દિપાવલી શબ્દની સંધિ છૂટી પાડતા બે અર્થ થાય છે. જેમાં દિપ એટલે દિવો અને આવલી એટલે હારમાળા.
એ પછીનો દિવસ એટલે બેસતુવર્ષ . જુનું નકામું બધું જ બહાર કાઢી ફગાવી દઈ એક તદ્દન સ્વચ્છ સાફ- સુથરી પવિત્ર શરૂઆત એટવે બેસતુ વર્ષ. એ પછીનો બીજો દિવસે એટલે ભાઈબીજ. આ દિવસે એટલે ભાઈ બહેનના અતિ પવિત્ર પ્રેમનું પર્વ.રક્ષાબંધન કરતા પણ આ તહેવારનું મહત્વ વધું હોય છે. આમ દિપાવલી એક એવો તહેવાર છે જે દરેકના જીવનમાં આનંદ અને ઉલ્લાસ ભરી દે છે. અને દીવાઓની પ્રગટામણીને લીધે સદાય તેમના જીવનમાં ઉજાસ રહે છે.