* સાંજના સમયે તેર દીવા પ્રગટાવીને તિજોરી ખુલ્લી રાખીને કુબેર તથા લક્ષ્મીજીનું પૂજન કરવું.
* ચાંદી કે ધનનું ષોડશોપચારે પૂજન કરીને કપૂરથી તિજોરીની આરતી ઉતારવી.
* ચાંદી, પિત્તળ અથવા તાંબાની ધાતુની ખરીદી કરો. ઘરના દ્વાર પર સાંજના સમયે દીવા પ્રગટાવો.
* શુભ સમયે વ્યવસાયના સ્થળે નવી ગાદી બિછાવો.
શ્રીયંત્રના પૂજનથી લાભ મેળવો
લક્ષ્મીપૂજનની સાથે લક્ષ્મીસ્વરૂપા શ્રીયંત્રનું પૂજન પણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શ્રીયંત્રની અદ્ભુત શક્તિના કારણે તેનાં દર્શન માત્રથી લાભ મળવાની શરૂઆત થઈ જાય છે.
* આ યંત્રને મંદિર અથવા તિજોરીમાં રાખીને તેની દરરોજ પૂજા કરવાથી તથા કમળકાકડીની માળાથી પૂજન કરી શ્રીસૂક્તના બાર પાઠ કરવા જોઈએ. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે અને ધનસંકટ દૂર થઈ જાય છે.
* શ્રીયંત્ર મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે.
* આ યંત્રની કૃપાથી મનુષ્યને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓની પ્રાપ્તિ થઈ શકે છે.
* શ્રીયંત્રના પૂજનથી સઘળા રોગોનું શમન થાય છે અને શરીરની કાંતિ નિર્મળ થઈ જાય છે.
* શ્રીયંત્રની કૃપાથી મનુષ્યને ધન-સમૃદ્ધિ, યશ-ર્કીિત, ઐશ્વર્ય વગેરેની પ્રાપ્તિ થાય છે.
* શ્રીયંત્રના પૂજનથી રોકાયેલા કે અટકેલાં કાર્યો સક્રિય બને છે.
* શ્રીયંત્રની શ્રદ્ધાપૂર્વક નિયમિત પૂજા કરવાથી દુઃખ, દારિદ્રનો નાશ થાય છે.
* શ્રીયંત્રની સાધના-ઉપાસનાથી સાધકની શારીરિક અને માનસિક શક્તિ પુષ્ટ થાય છે.
* આ યંત્રના પૂજનથી દસ મહાવિદ્યાઓની પ્રાપ્તિ થઈ શકે છે.
* શ્રીયંત્રની સાધનાથી આર્થિક ઉન્નતિ થાય છે અને વ્યાપારમાં સફળતા મળે છે.
ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાદિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દેહિ દાપય દાપય સ્વાહા ।
ઉપરોક્ત મંત્રનો શ્રી કુબેરયંત્રની સામે ઉત્તરાભિમુખ બેસીને રોજ પાંચ માળા જાપ કરવો જોઈએ. તમારી પાસે ખૂબ સંપત્તિ-ધન આવી જાય તોપણ આ મંત્ર કરવાનું છોડવું જોઈએ નહીં. આઠમા દિવસે ૩૫૦ મંત્રોને ઘીની આહુતિ આપવી જોઈએ.