ઘરમાંથી ભાગી પુત્રી તો પિતાએ લખાવી કિડનેપિંગની રિપોર્ટ, તપાસ કરી તો ખુલી બાપની કરતૂત

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (15:10 IST)
મુંબઈમાં એક વ્યક્તિએ પોતાના સગીર પુત્રીના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી પણ જ્યારે મામલાની તપાસ આગળ વધારી તો જે સામે આવ્યુ તેણે પોલીસ કર્મચારીઓના પણ હોશ ઉડાવી દીધા.  પોલીસને જાણ થઈ કે તે છેલ્લા પાંચ વર્ષથી કથિત રૂપે પોતાની પુત્રીનુ યૌન શોષણ કરી રહ્યો હતો અને તેના ચંગુલમાંથી બચવા માટે તે ઘર છોડીને જતી રહી હતી. પોલીસે આ માહિતી આપી. 
 
પોલીસે આરોપીની ગુરૂવારે ધરપકડ કરી લીધી અને તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા(BNS) અને યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ (POCSO) અધિનિયમ હેઠળ મામલો નોંધી લીધો.  પોતાના પિતાની કૂરતા થી તંગ આવીને એક કિશોરી બુધવારે મઘ્ય મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલ પોતાનુ ઘર છોડીને જતી રહી.  પુત્રીની કોઈ ભાળ ન મળતા આરોપી પિતાએ તાડદેવ પોલીસ મથક પર ફરિયાદ નોંધાવી કે તેની પુત્રીનુ અપહરણ કરી લેવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે ફરિયાદના આધાર પર અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ અપહરણનો મામલો નોંધવામાં આવ્યો અને પીડિતાની શોધ શરૂ કરવામાં આવી. 
 
મહાલક્ષ્મી સ્ટેશન પર મળી બાળકી 
શોધ દરમિયાન પોલીસની અપરાધ શાખાની ટીમને પીડિતા પશ્ચિમ રેલવેના મહાલક્ષ્મી સ્ટેશન પર મળી. અધિકારી જણાવ્યુ કે યુવતીને અપરાધ શાખાના કાર્યાલય લઈ જવામાં આવી જ્યા પૂછપરછ દરમિયાન તેણે પોતાના પિતા દ્વારા વારેઘડી યૌન શોષણ કરવાની ચોખવટ કરી.  અધિકારી મુજબ સગીરે પોલીસને જણાવ્યુ કે તેના પિતા છેલ્લા 5 વર્ષથી તેનુ યૌન શોષણ કરી રહ્યા હતા. તેની ફરિયાદના આધાર પર પ્રાસંગિક ધારાઓમાં મામલો નોંધવામાં આવ્યો છે. 
 
આરોપીની મેડિકલ તપાસ કરાવવામાં આવી 
અધિકારીએ જણાવ્યુ કે પોલીસ ઈંસ્પેક્ટર સદાનંદ યેરકરની આગેવાનીમાં અપરાધ શાખાની ટીમે પીડિતાના પિતાની શોધ શરૂ કરી અને જાણ થઈ કે તે સાત રાસ્તા સર્કલ ક્ષેત્રમાં છે.  પછી તેની ત્યાથી ધરપકડ કરી લેવામાં આવી. તેમણે જણાવ્યુ કે આરોપીની મેડિકલ તપાસ કરાવવામાં આવી અને તેના વિરુદ્ધ નોંધવામાં આવેલ તપાસ માટે તેને તાડદેવ પોલીસને સોંપવામાં આવ્યો. 
 

સંબંધિત સમાચાર

Next Article