મિતાલી રાજએ રચ્યો ઈતિહાસ, મહિલા ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવતી ખેલાડી બની.

Webdunia
રવિવાર, 4 જુલાઈ 2021 (17:24 IST)
IND Vs ENG Women: ઈંગ્લેંડની સામે રમાતા ત્રણ મેચની સીરીજના અંતિમ મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજએ ઈતિહાસ રચી દીધુ છે. 75 રનની નૉટઆઉટ પારી રમાતી મિતાલી રાજ ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારી મહિલા ખેલાડી બની ગઈ. આટલુ જ નહી મિતાલી રાજએ સતત ત્રીજુ અર્ધશતક લગાવતા ભારતને ચાર વિકેટથી જીત પણ અપાવી. 
 
38 વર્ષની મિતાલી તેમની આ પારીના દરમિયાન 11 રન બનાવવાની સાથે જ ઈંટરનેશનક ક્રિકેટમા સૌથી વધારે રન બનાવતી બેટસમેન બની ગઈ. મિતાલીએ ઈંગ્લેડની ચાર્લોટ એડવર્ડસને પાછળ છોડી જેના નામ 10273 રન છે. મિતાલી રાજ હવે મહિલા ક્રિકેટના ત્રણે ફાર્મેટમાં સૌથી વધારે રન બનાવનારી ખેલાડી છે. આ યાદીમાં ન્યુઝીલેંડની સૂજી બેટ્સ 7849 રનની સાથે ત્રીજા સ્થાને છે. 
 
શાનદાર ફાર્મમાં છે મિતાલી રાજ
ઈંગ્લેંદ સામે રમારી વનડે સીરીઝમાં મિતાલી રાજએ શાનદાર બેટીંગ કરી. ત્રણે મુકાબલામાં મિતાલી રાજએ અર્ધશતક લગાવ્યા. આખી સીરીજના દરમિયાન મિતાલી રાજ એક છોર પર ખૂબ મજબૂતી સાથે બની રહી. મિતાલી રાજએ પ્રથમ વનડેમાં 72 રન બનાવ્યા. બીજા વનડેમાં મિતાલી રાજ 59 રનની પારી રમતા સફળ થઈ. જ્યારે ત્રીજા વનડેમાં નોટ આઉટ 75 રનની પારી રમી ટીમણે કલીન સ્વીપથી બચ્યું.  મિતાલી રાજ આ સીરીઝમાં સૌથી વધારે રન, સૌથી વધારે અર્ધશતક અને સૌથી વધારે ચોક્કા લગાવતી ખેલાડી રહી. 

સંબંધિત સમાચાર

Next Article