ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 વચ્ચે જ સ્થગિત થયા પછી બધા લગભગ બધા ક્રિકેટર્સ પોતપોતાના ઘરે પરત ફરી ચુક્યા છે ક્રિકેટરોએ પોતાની ફિટનેસ કાયમ રાખવાની છે. કારણ કે ટીમને આવતા મહિને ઈગ્લેંડ રવાના થવાનુ છે. આ દરમિયાન ટીમના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે ખુદને ફિટ રાખવાની એક નવી રીતે શોધી લીધી છે. પંત ઘાસ કાપવાની મશીન સાથે ખુદની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. આ રીતે તે પોતાના મેદનની ઘાસ પણ કાપી રહ્યા છે અને ખુદને એક્ટિવ અને ફિટ પણ રાખી રહ્યા છે.
<
Ye Dil Mange "Mower"!
Forced quarantine break but happy to be able to stay active while indoors. Please stay safe everyone.#RP17pic.twitter.com/6DXmI2N1GY
પંતે ઈસ્ટાગ્રામ પર સ્ટોરી વીડિયો શેયર કરતા લખ્ય, યે દિન માંગે મોઅર, ઘાસ કાપવાની મશીનને અંગ્રેજીમાં મોઅર (Mower) કહે છે. આઈપીએલ 2021માં પંતે દિલ્હી કેપિટલ્સની કપ્તાની કરી છે અને તેમની કપ્તાનીમાં ટીમે શાનદાર પ્રદર્શન પણ કર્યુ. આઠ મેચોમાં છ જીતની સાથે દિલ્હી કૈપિટલ્સ પોઈંટ ટેબલમાં ટોપ પર છે. પંતે છેલ્લા કેટલાક સમયમાં પોતાની ફિટનેસ પર ખૂબ કામ કર્યુ છે અને પોતાનુ વજન પણ ખૂબ ઓછુ કર્યુ છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ટીમમાંથી બહાર રહેલા પંતે ઓસ્ટ્રેલિયામા તક મળતા શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં કમબેક કર્યુ.
તેમનુ આ ફોર્મ આઈપીએલ 2021માં પણ કાયમ જોવા મળ્યુ. ઈગ્લેંડની ટીમ ઈંડિયાને 18 જૂનથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે, જે ન્યુઝીલેંડના વિરુદ્ધ રહેશે અને ત્યારબાદ ટીમ ઈંડિયા ઈગ્લેંડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિ ફાઈનલ અને ઈગ્લેંડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી માટે 20 સભ્યોની ટીમ ઈંડિયાની જાહેરાત થઈ ચુકી છે, જેમા ઋષભ પંત પણ સામેલ છે.