India vs South Africa 1st T20 : દક્ષિણ આફ્રિકાએ પ્રથમ T20માં ભારતને 7 વિકેટે હરાવ્યું, મિલર અને ડ્રસને હાફ સેંચુરી ફટકારી

Webdunia
ગુરુવાર, 9 જૂન 2022 (23:16 IST)
India vs South Africa 1st T20I: દક્ષિણ આફ્રિકાએ ભારતને  પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં 7 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 19.1 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત સામે દક્ષિણ આફ્રિકાનો આ સૌથી મોટો સફળ રન ચેઝ છે. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 31 બોલમાં 64 રન બનાવ્યા હતા, જ્યારે દુસને 46 બોલમાં 75 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલ, હર્ષલ પટેલ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ ઝડપી હતી.
 
T20માં દક્ષિણ આફ્રિકાનો આ સૌથી મોટો રન ચેઝ છે. અગાઉ SAએ 2007માં જોહાનિસબર્ગમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 206 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તો વળી બીજી બાજુ ટીમ ઈન્ડિયાની નજર આ મેચમાં સતત 13મી T20 મેચ જીતવાના ખાસ વર્લ્ડ રેકોર્ડ પર હતી, પરંતુ આ સપનું અધૂરું રહી ગયું છે.
 

સંબંધિત સમાચાર

Next Article