ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારે 14મા એશિયા કપની ફાઈનલ રમાશે. બંને ટીમો સતત બીજા સંસ્કરણમાં ફાઈનલમાં રમશે. અગાઉ 2016 (ટી20 ફોર્મેટ)માં બાંગ્લાદેશને હરાવીને ભારત ચેમ્પિયન બન્યુ હતુ. જો કે વનડેમાં મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહેલીવાર બંને સામ સામે હશે.
ટી 20 ફોર્મેટમાં બને દેશો વચ્ચે બે ફાઈનલ થઈ ચુકી છે અને બંનેમાં ટીમ ઈંડિયાને જીત મળી છે. 2016માં એશિયા કપમાં ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવ્યુ હતુ. ત્યારબાદ આ વર્ષે થયેલ નિદાહાસ ટ્રોફીના ફાઈનલમાં ભરતે બાંગ્લાદેશને ચાર વિકેટથી માત આપી હતી.
ભારતીય ટીમ અત્યાર સુધી રમયેલ 13 એશિયા કપમાંથી 6 નો ખિતાબ જીતવામાં સફળ રહી છે. બીજી બાજુ 1984, 1988, 1990, 1995, 2010, અને 2016માં ચેમ્પિયન બની છે, બીજી બાજુ બાંગ્લાદેશ આજ સુધી ખિતાબ જીતી શકી નથી. તે 2012 અને 2016માં ઉપવિજેતા બન્યો હતો.
ટીમ ઈંડિયાના ઓપનર શિખર ધવન આ એશિયા કપમાં અત્યાર સુધી ચાર મેચમાં બે સદીની મદદથી 327 રન બનાવી ચુક્યા છે. તેઓ એક એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા શ્રીલંકાના સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડી શકે છે. જયસૂર્યાએ 2008માં થયેલ એશિયા કપમાં પાંચ મેચમાં 378 રન બનાવ્યા હતા.
બાગ્લાદેશના મુસ્તફિજુર રહેમાને ટૂર્નામેંટમાં આઠ વિકેટ ઝડપી છે. મુસ્તફિજુર સૌથી વધુ વિકેટ લેવામાં અફગાનિસ્તાનના રાશિદ ખાન (10 વિકેટ)પછી બીજા સ્થાન પર છે. જસપ્રીત બુમરાહે સાત, ભુવનેશ્વર કુમારે 6 રવિન્દ્ર જડેજા અને કુલદિપ યાદવે 7-7 વિકેટ લીધી છે.
ભારતે અફગાનિસ્તાન વિરુદ્ધ સુપર 4 ની અંતિમ મેચમાં કપ્તાન રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓને આરામ આપ્યો હતો. તેમા ધવન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ પણ હતા. ફાઈનલમાં આ બધા ખેલાડી ટીમમાં રહેશે. બીજી બાજુ બાંગ્લાદેશની ટીમમાં કોઈ ફેરફાર નહી થાય.