મોહમ્મદ શમીની પત્ની હસીન જહાએ કહ્યુ, જ્યારે આસારામ, રામ રહીમ ન બચ્યા તો શમીની શુ હૈસિયત છે

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (11:06 IST)
મોહમમ્દ શમી પર ઘરેલુ હિંસા, લગ્નેતર સંબંધ રાખવાના આરોપ લગાવનારી તેમની પત્ની હસીન જહાએ મંગળવારે કહ્યુ છે કે જ્યારે આસારામ અને રામ રહીમ જેવા લોકો કાયદાની મારથી નથી બચી શક્યા તો શમી પણ નહી બચી શકે અને ઝડપી બોલરને તેના કર્યાની સજા મળશે 
 
શમી વિરુદ્ધ સોમવારે અલીપુરની કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યો છે અને 15 દિવસની અંદર સરેંડર કરવાનુ કહ્યુ છે.  હસીન જહાએ કહ્યુ, જો આસારામ  બાપુ અને રામ રહીમ કાયદાથી નથી બચી શક્યા તો તેમની સામે શમી કોણ છે ?
 
તેમણે કહ્યુ, 'શમીને બીસીસીઆઈનુ સમર્થન મળ્યુ છે અને તેમને કેટલાક મોટા ક્રિકેટ ખેલાડી પણ સમર્થન આપી રહ્યા છે. નહી તો તે પોતાની ભૂલ સુધારતો પણ કેટલાક ધમકાવનારા લોકોને કારણે તે આવુ નથી કરી રહ્યો. આ વધુ દિવસ નહી ચાલે. 
 
શમીને વોરંટ તેથી મળ્યુ છે કારણ કે તેમના ભાઈ સુનાવણી દરમિયાન એક પણ વાર હાજર ન રહી શક્યા. જહાએ કહ્યુ, "હુ છેલ્લા દોઢ વર્ષથી લડાઈ લડી રહી છુ. હુ હિમંત હારી રહી હતી, હુ આર્થિક રૂપે પણઁ મજબૂત નથી અને ન તો મને  કોઈ પ્રકારનુ સમર્થન મળેલ છે.  હુ ખૂબ મહેનત કરી રહ્યુ છે પણ મને કોઈ આશાનુ કિરણ દેખાતુ નહોતુ હુ હાર માની રહી હતી. 
 
તેમણે કહ્યુ, 'એવુ લાગી રહ્યુ હતુ કે આ મામલો દબાય ગયો પણ અલ્લાહનો આભાર છે કે સત્યની જીત થઈ. મે જેટલા પણ આરોપ શમી પર લગાવ્યા તે બધા સાચા સાબિત થયા. ન્યાયતંત્ર બધા માટે એક છે. હુ ખૂબ ખુશ છુ અને આભારી છુ કે મને ન્યાય મળ્યો અને મારુ દુખ સમજવામાં આવ્યુ. 
 
તેમને જ્યારે પૂછવામાં આવ્યુ કે સ હુ ભારતીય ટીમના ક્રિકેટર હોવાને નાતે શમી બચી શકે છે તો તેમણે કહ્યુ, 'એ શુ તાકત બતાવશે ? તેમને સમર્થન મળી રહ્યુ છે અને આગળ પણ મળતુ રહેશે પણ તેઓ પોતાનુ પાપ નહી છુપાવી શકે.'
 
 
તેમણે કહ્યુ.,"અંતમાં તેમણે પોતાના કર્મોની સજા ભોગવવી પડશે. તે ભાગી નહી શકે. જો શમી પોતાની હરકત નહી સુધારે તો તેમને નુકશાન ઉઠાવવુ પડશે અને સજા ભોગવવી પડશે.' 
 

સંબંધિત સમાચાર

Next Article