ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નીતિન પટેલ ગુજરાત સરકારનું વર્ષ 2017-18નું બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્તમાન ગુજરાત સરકારનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ છે. નીતિન પટેલે રજૂ કરેલાં અંદાજપત્રનું કદ 1,72,179 કરોડ છે. નીતિન પટેલ દ્વારા 239.16 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. જેમાં 1,31,521.23 કરોડની મહેસૂલી આવક અને 1,25,455.63 કરોડના મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને 50%ને બદલે 70% સબસિડી આપવામાં આવશે, જ્યારે ધોરણ 12 બાદ મેડિકલના અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓની 100% ફી સરકાર ભરશે.
-
-- સ્માર્ટ સિટી યોજના અંતર્ગત અમદાવાદ સુરત અને બરોડામાં સીસીટીવી કેમેરા, કોમન કાર્ડ પેમેન્ટ માટે 597 કરોડની ફાળવણી
- અમદાવાદ મેટ્રોના બાંધકામ માટે 60 કરોડની ફાળવણી
- સુરત શહેરના મેટ્રો પ્રેજેક્ટ માટે 10 કરોડની ફાળવણી
- સુરતમાં ડાયમંડ ડ્રીમ સીટી સહાય માટે 30 કરોડની ફાળવણી
- 8 મહાનગર પાલિકા અને 132 નગરપાલિકાના અનુદાનની રકમમાં 10 ટકાનો વધારો
- જે માટે રાજ્ય સ રકાર 251 કરોડનો વધારાનો ખર્ચ કરશે,
- પ્રધાન મંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 45 હજારની કિંમતના આવાસોનું બાંધકામ કરાશે
- ગરીબ અને મધ્યમ વર્ગને વ્યાજબી કિંમતે મકાન મળી રહે તે માટે સરકારી યોજના
- સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કર્યુ છે - નીતીન પટેલ
- બજેટ રોજગાર અને યુવાલક્ષી - મુખ્ય સચિવ
- સરકારનુ બજેટ લોકો માટે લોલીપોપ હશે - વાઘેલા
- પ્રથમ વખત સંપૂર્ણ પ્લાંડ બજેટ રજુ થશે
- ખેડૂતોને 24 કલાક વીજળી મળે - ખેડૂત અગ્રણી
- ગાંધીનગર વિધાનસભાનો બીજો દિવસ
- પ્રશ્નોત્તર અવર્સ પ્રારંભ થતા જ હોબાળો ર્ષ 2017-18નું ગુજરાતનું અંદાજપત્ર આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
આ અગાઉ
ગુજરાત વિઘાનસભામાં કોંગ્રેસનો હોબાળો, ચોર બળાત્કારી જેવા નારાઓથી ગૃહ ગાજ્યું
ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નીતિન પટેલ ગુજરાત સરકારનું વર્ષ 2017-18નું બજેટ રજૂ કરશે. વર્તમાન ગુજરાત સરકારનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ હશે. આ અંગે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું આ બજેટ ભાજપ સરકારનું છેલ્લુ બજેટ હશે. ગત સરકારના બજેટમાં કુલ કદ રૂપિયા 1,51,852, કરોડનું હતું. જે આ વખતે વધે તેવી સંભાવના છે. ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મતદારોને આકર્ષવ માટે ચૂંટણીલક્ષી બજેટ જાહેર કરે તેવી સંભાવના છે. બજેટ સત્રની શરૂ થતાં વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ભાજપે કોંગ્રેસને 'ચોર મંડળી' ગણાવી હતી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હંગામો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપ સરકારને બળાત્કારી ટોળકી ગણાવી હતી. શૈલેષ પરમારના આક્ષેપ બાદ સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહે ચૂડાસમાએ માફીની માગ કરી હતી. શાસક અને વિપક્ષ પક્ષ સામ-સામે આવી જતાં ગૃહ એક કલાક માટે મુલત્વી રાખ્યું છે. ગાંધીનગર વિધાનસભામાં આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે. આ અંગે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું કે આ બજેટ ભાજપ સરકારનું છેલ્લું બજેટ હશે.
નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલ વિધાનસભામાં પોતાનું અંદાજપત્ર આજે ગૃહમાં 12 વાગ્યે રજૂ કરશે. નાણાં મંત્રી નિતીનભાઇ પટેલ આજે ત્રીજી વાર બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે. પહેલી વાર આજે માત્ર પ્લાનિંગ બજેટ એટલે કે આયોજકીય બજેટ રજૂ થશે. દર વર્ષે પ્લાનિંગ અને નોન પ્લાનિંગ એમ બે બજેટ રજૂ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે નોન પ્લાનિંગ બજેટ રદ કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ની સરકારનું આ પ્રથમ બજેટ છે. ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો છે કે આ વર્ષનું બજેટ પ્રજાને અનુલક્ષીને તૈયાર કરાયું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, સમાજના તમામ વર્ગોને લાભ કરાવતું આ બજેટ છે.
મતદારોને આકર્ષતી નવી યોજનાઓને મંજૂર કરવા માટે છેલ્લીરાત સુધી નાણાવિભાગ ઉપર દબાણ રહ્યુ છે ત્યારે મંગળવારે જાહેર થનારું બજેટ ચૂંટણીલક્ષી બની રહશે. ચાલુ વર્ષે પગાર માટે રૂ. 11,563 કરોડનો ખર્ચ મંજૂર કરાવનાર સરકારે ડિસેમ્બર સુધીમાં જ રૂ.47,775 કરોડનો પગાર ચૂકવ્યો છે ! 7માં પગારપંચના અમલ, ફિક્સવેતનદરમાં વધારો, ટોલમુક્તિ, ખેતરમાં તાર ફેન્સિંગ જેવા બજેટમાં મંજૂર કર્યા વગરના ખર્ચાઓને કારણે ગુજરાત સરકારના ખર્ચાઓમાં રૃ.64,૦૦૦ કરોડનો જંગી વધારો થયો છે. બીજી તરફ નોટબંધીથી આવકોમાં ભારોભાર ગાબડા પડયા છે. આ બંન્ને સ્થિતિ વચ્ચે ચૂંટણીલક્ષી બજેટના બે છેડા ભેગા કરવામાં સરકારને આંખે પાણી આવ્યુ છે. આમ છતાંયે, નાણાવિભાગે ખેડૂતો, ગ્રામ્ય કારીગરો, નાના અને મધ્યમકદના ઉદ્યોગકારો, મહિલા અને યુવાનોને સ્પર્શતુ બજેટ તૈયાર કર્યું હોવાનુ જણાવતા સુત્રોએ ઉમેર્યુ કે, સિગારેટ અને તમાકુની બનાવટો ઉપર વસૂલાતા ટેક્સમાં વધારા માટે દરખાસ્ત કરવામાં આવી છે.