CM યોગીને સુનીલ શેટ્ટીની અપીલ - Boycott Bollywood થી અપાવો મુક્તિ

Webdunia
શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (13:01 IST)
Sunil Shetty appeals to CM Yogi to remove boycott tag : અભિનેતા સુનીલ શેટ્ટીએ ગુરૂવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરી કે હિન્દી ફિલ્મ ઉદ્યોગ વિરુદ્ધ નફરત મટાડવામા મદદ કરે અને સોશિયલ મીડિયા પર બોલીવુડના બહિષ્કારનુ ચલનથી મુક્તિ અપાવે.  યોગી આદિત્યનાથ બે દિવસની મુંબઈ યાત્રા પર છે. તેમણે આ દરમિયાન સુનીલ શેટ્ટી, સુભાષ ઘઈ, જેકી શ્રોફ, રાજકુમાર સંતોષી, મનમોહન શેટ્ટી અને બોની કપૂર સહિત ફિલ્મ જગતના લોકોની મુલાકાત લીધી. 
<

Hats off to Sunil Shetty for speaking truth to power. https://t.co/rypLYd4FRw

— Aditya Paul (@adityampaul) January 6, 2023 >
 
મીટિંગનો એજન્ડા નોઈડા ફિલ્મ સિટીમાં શૂટિંગ અને રોકાણની શક્યતાઓ પર ચર્ચા કરવાનો હતો. આ દરમિયાન શેટ્ટીએ ફિલ્મી દુનિયાની સમસ્યા સામે મૂકી. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને પણ વિનંતી કરી હતી કે તેઓ બોલિવૂડ પરના "દાગ" દૂર કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવામાં મદદ કરે.
 
આ કલંક દૂર કરવાની જરૂર  
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની વાતચીત દરમિયાન અભિનેતા સુનીલ શેટ્ટીએ બોલીવુડને બોયકોટ ટેગ ખતમ કરવાની અપીલ કરી છે. આ દરમિયાન તેમણે સીએમ યોગીને કહ્યું કે, '90 ટકા બોલિવૂડ ડ્રગ્સ લેતું નથી'. તેઓ તેમના કામને લોકો સુધી પહોંચાડવા માટે જ મહેનત કરે છે. એટલા માટે જરૂરી છે કે બોલીવુડ બોયકોટ ટેગ હટાવવામાં આવે. જેથી બોલિવૂડની કલંકિત ઈમેજને સુધારી શકાય.' સુનીલ શેટ્ટી આગળ કહે છે, 'આ ટેગ હટાવવાની જરૂર છે. ટોપલીમાં એક સડેલું સફરજન હોઈ શકે છે, પરંતુ આપણે બધા એવા નથી હોતા. અમારી વાર્તાઓ અને સંગીત વિશ્વને જોડે છે. તેથી આ કલંક દૂર કરવાની જરૂર છે. કૃપા કરીને આ સંદેશ પીએમ નરેન્દ્ર મોદીને પણ પહોંચાડો.
 
મુખ્યમંત્રીએ પ્રદેશને ક્રાઈમ ફ્રી રાજ્ય બનાવી દીધુ - 
 
Sunil Shetty appeals to CM Yogi to remove boycott tag : આ સાથે, બોલીવુડ નિર્માતા-નિર્દેશક બોની કપૂરે મીટિંગમાં કહ્યું કે 'ફિલ્મ ઉદ્યોગ મુંબઈમાં શૂટિંગ માટે આરામદાયક છે. પરંતુ મુખ્યમંત્રીએ ઉત્તર પ્રદેશને ગુનામુક્ત રાજ્ય બનાવ્યું છે. એટલા માટે હવે ત્યાં પણ શૂટિંગ કરવામાં કોઈ સમસ્યા નથી. મેં રાજ્યમાં બે ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. આગળ વધુ ફિલ્મો શૂટ કરવાની યોજના છે.

સંબંધિત સમાચાર

Next Article