અનેકવાર દિવસમાં આમ જ મોઢુ ચલાવવા માટે આપણે રોસ્ટેડ ચણા ખાઈએ છીએ. તેનો સ્વાદ ખૂબ સારો લાગે છે. તેથી તમને લગભગ દરેક પાસે આ સેકેલા ચણા મળી જશે. અનેક લોકોને તો રોસ્ટેડ ચણા એટલા ભાવતા હોય છે કે તેઓ રોજ દિવસમાં અનેકવારે તેનુ સેવન કરે છે. પણ શુ તમે જાણો છો કે સેકેલા ચણા તમારા આરોગ્ય માટે કેટલા લાભકારી છે. સેકેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને પ્રચુર માત્રામાં જોવા મળે છે. હેલ્થ એક્સપર્ટના મુજબ એક સ્વસ્થ વ્યક્તિએ રોજ 50 થી 60 ગ્રામ સેકેલા ચણાનુ સેવન કરવુ જોઈએ. ચાલો આજે આપણે જાણીએ કે સેકેલા ચણાને આપણા ડાયેટમાં સામેલ કરવાથી આરોગ્યને કયા કયા ફાયદા થાય છે.