બોલ મારી અંબે જય જય અંબે - Gujarati Garba Lyrics

બુધવાર, 17 સપ્ટેમ્બર 2025 (15:48 IST)
સુખડા સવારતી દુઃખડા નિવારતી
ભવથી ઉગારતી અંબા
આભે માલકતીને મનમાં જલકતી
સૌને નિહારતી અંબા
 
આવે ગોખથી આજે ચોકમાં
ખમ્મા કરું રે મારી અંબા
 
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
 
ભુલો ભટકતો હું તો અટકતો
શરણે તારે માંડી આવું
હા તારે શરણે હું આવું
 
જે હોઈ શરત માંડી એકજ અરજ છે
વાલો મારે તારું થાવું
હા માંડી વાલો છે થાવું
 
ઉગમણે ઓરડે રેતી તું અંબા
આથમતી ક્યાંય ના તું અંબા
ચાંદા સૂરજની જ્યોતું જલાવતી
જગને ઉજાળતી અંબા
 
હે દયાળી માં હેત વાળી માં
ખમ્મા કરું મારી અંબા
 
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર