Rajinikanth Quits Politics: રજનીકાંતનો મોટો નિર્ણય, રાજનીતિમાં નહી મુકે પગ, પાર્ટી પણ ખતમ કરી

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (12:56 IST)
Rajinikanth Quits Politics: દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે પોતાની પોલીટિક્સમાં પ્રવેશને લઈને મોટી જાહેરાત કરી છે. રજનીકાંતે કહ્યું છે કે તેઓ હવે રાજકારણમાં પગ મુકે નહી.  આ નિર્ણયની સાથે જ તેમણે પોતાની પાર્ટી 'રજની મક્કલ મંદિરમ' ને પણ સમાપ્ત કરી દીધી છે.
 
પાર્ટી ખતમ કર્યા પછી રજનીકાંતે કહ્યું છે કે આ સંગઠન હવે રજની રસીગર નરપાની મંદરામના નામથી જનતાની ભલાઈના માટે કામ કરશે.
 
 
રજનીકાંતે 'રજની મક્કલ મંદિરમ' પાર્ટીને ખતમ કરતા કહ્યું કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની મારી કોઈ યોજના નથી. હું રાજકારણમાં આવવાનો નથી.
રજનીકાંતે આ નિર્ણય 'રજની મક્કલ મંદિરમ' પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી લીધો છે. રજનીકાંતે પોતાના પ્રશંસકો સાથે બેઠક પણ યોજી.
 
રજનીકાંતની રાજનીતિ પર અટકળો 
 
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020 માં રજનીકાંતે રાજકારણમાં ન આવવાની જાહેરાત કરી હતી. જો કે, આ પછી તેમને આ અંગે વધુ વિચારવાનુ  જણાવ્યું હતું. આવી સ્થિતિમાં તમામ પ્રકારની અટકળો કરવામાં આવી રહી હતી. આવા સમય દરમિયાન રજનીકાંતે કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે નહીં,  આ સાથે જ બધી અટકળો પર પૂર્ણ વિરામ મુકાયો છે. 

સંબંધિત સમાચાર

Next Article