ગ્લોબલ પ્રિમિયમ સ્માર્ટફોન મેકર વનપ્લસના નવા એક્સપિરિયન્સ સેન્ટરનો સીજી રોડ અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે. અમદાવાદમાં બીજુ એક્સપિરિયન્સ સેન્ટર સ્થાપવાની સાથે વનપ્લસે હાલમાં ભારતમાં ચાલી રહેલા ઓફફલાઈન વિસ્તરણ પ્લાનને આગળ ધપાવ્યો છે. નવા શરૂ થયેલા આ વનપ્લસ એક્સપિરિયન્સ સેન્ટર આ પ્રિમિયમ સ્માર્ટફોન કંપનીની સર્વિસીસ સંબંધી તમામ સોલ્યુશન્સ એક જ સ્થળે ઓફર કરે છે. નવા સ્ટોરની મુલાકાત લેતા ગ્રાહકોને સ્પેશ્યલ એક્સલુઝિવલી ક્રાફટેડ વનપ્લસ કોફી એક્સપિરિયન્સ પૂરો પાડે છે.આ રીતે સ્ટોરના એકંદર પ્રિમિયમ અનુભવમાં વૃધ્ધિ કરે છે.
· વનપ્લસ 7 ટીની ખરીદીમાં 3 મહીના સુધી નો કોસ્ટ ઈએમઆઈ અને વનપ્લસ 7 પ્રો /વનપ્લસ 7ટી પ્રોની ખરીદીમાં 6 માસ સુધીના નો કોસ્ટ ઈએમઆઈ
· વનપ્લસ 7 ટી પ્રો, અને વનપ્લસ 7 પ્રો, અને વનપ્લસ 7ની ખરીદીમાં રૂ. 2,000 સુધીનુ એક્સચેનજ બોનસ (8 જીબી અને 256 જીબી માત્ર) (માત્ર અગાઉથી ખરીદેલી વનપ્લસ ડીવાઈસીસ ઉપર)
· ખરીદી વખતે બજાજ ફાયન્ન્સ સ્વીકારવાં આવશે
· પ્રથમ 100 ગ્રાહક માટે રોમાંચક ઓફરો રજૂ કરાઈ છે, જેમાં પ્રથમ 20 ગ્રાહકોને વનપ્લસ બેકપેક અપાશે. 21થી 50માં ગ્રાહકને વનપ્લસ બુલેટસ વાયરલેસ 2 મળશે, અને 51થી 100મા ગ્રાહકો રોમાંચક વનપ્લસ મર્ચન્ડાઈઝ મળશે.
આ નવા વનપ્લસ એક્સપિરિયન્સ સેન્ટરનો પ્રારંભ ભારતમાં તેની ઓફફલાઈન હાજરી વિસ્તારવામાં ધ્યાન આપવાની વ્યાપક યોજનાના ભાગ તરીકે કરાયો છે. આ ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ ભારતમાં પ્રિમિયમ સ્માર્ટફોનના ક્ષેત્રે મોખરાનુ સ્થાન ધરાવે છે અને હવે તે દેશના ટીયર 2 અને તેથી મોટાં 50 શહેરોમાં આવાં 100 કેન્દ્રો સ્થાપવા માગે છે. આ બ્રાન્ડ હાલમાં 60 એક્સપિરિયન્સ સ્ટોર અને આશરે 70 સર્વિસ સેન્ટર અને તે ભારતભરના 2000થી વધુ રિટેઈલ સ્ટોરમાં હાજરી ધરાવે છે.
આ પ્રસંગે વનપ્લસ ઈન્ડીયાના રિજિયોનલ માર્કેટીંગ હેડ દર્શના બાલાએ જણાવ્યું હતું કે "વનપ્લસ સમુદાય વધતો જાય છે અને અમદાવાદ અમારા માટે એક આવશ્યક બજાર છે. અહીં એક્સપિરિયન્સ સેન્ટર સ્થાપવુ તે ઓફફલાઈન ટચ પોઈન્ટ વધારીને અમારા વપરાશકારો નજીક પ્રોડકટસ લાવવાનુ એક મહત્વનુ કદમ છે. એક સમુદાયલક્ષી સંસ્થા હોવાને કારણે હુ પોઝીટીવ છું કે અમારા અમદાવાદ અને ગુજરાતના નજીકના શહેરોના ગ્રાહકો અમારા નવા એક્સપિરિયન્સ સ્ટોરની મુલાકાત લઈને અમારી વિવિધ પ્રોડકટસનો પ્રથમદર્શી અનુભવ મેળવી શકશે."
બોલિવુડની લોકપ્રિય સેલીબ્રીટી વાણી કપૂરે આ સ્ટોરનુ ઉદ્ઘાટન કર્યું હતુ અને આ પ્રસંગે હાજરી આપી હતી. વાણી કપૂરે જણાવ્યું હતું કે " હું આજે આ સ્ટોરનુ ઉદ્ઘાટન કરતાં અત્યંત આનંદ અનુભવુ છું. ટેક સેવી વ્યક્તિ હોવાને કારણે ટેકનોલોજીમાં ઈનોવનેશન લાવવા માટે જાણીતી બ્રાન્ડ વનપ્લસ સાથે જોડાવાનો મને અત્યંત આનંદ છે. મને વિશ્વાસ છે કે આ વાયબ્રન્ટ શહેરના વનપ્લસના ચાહકોને નવુ એક્સપિરિયન્સ સેન્ટર ગમી જશે "
વનપ્લસ એ ભારતની નંબર1 પ્રિમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ છે, જેના દ્વારા જેણે તાજેતરમાં એમેઝોન ગ્રેટ ઈન્ડીયન ફેસ્ટીવલ સેલ દરમ્યાન ઓકટોબર માસમાં ખૂબ સરાહના પામેલા વનપ્લસ 7 ટી પ્રોની રજૂઆત કરાઈ છે. વનપ્લસ 7 ટી પ્રો 90 એચઝેડ ફ્લુઈડ ડીસ્પ્લે સાથે આવે છે. અને પોપ-અપ સેલ્ફી કેમેરા સહિત અદ્યતન ટ્રીપલ કેમેરા સેટ અપ ધરાવે છે અને સુપિરિયર કેમેરા અનુભવ પૂરો પાડે છે. આ સ્માર્ટ ફોનને Qualcomm® Snapdragon™ 855 Plus ની તાકાત પ્રાપ્ત થઈ છે. અને નવો રેપચાર્જ 30ટી તેનો પૂરોગામી દરતાં 23 ટકા વધુ ઝડપે ચાર્જ થાય છે. તે Dolby Atmos® સાથેનાં ડ્યુઅલ સ્ટીરીયો સ્પીકર્સ ધરાવે છે અને તેમાં એન્ડ્રોઈડ 10 પ્રીલોડેડ છે. નવો વનપ્લસ 7ટી પ્રો હેઝ બ્લૂ વેરિયન્ટમાં 8 + 256 જીબી સાથે ઉપલબ્ધ છે.