Jacqueline Fernandez - અભિનેત્રીને મુંબઈ ઍરપૉર્ટ પરથી વિદેશ જતાં રોકવામાં આવ્યાં

Webdunia
સોમવાર, 6 ડિસેમ્બર 2021 (11:29 IST)
બોલિવૂડનાં અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડિઝને મુંબઈ ઍરપૉર્ટ પર દેશની બહાર જતાં રોકવામાં આવ્યાં હતાં.
 
એનડીટીવીના એક અહેવાલ મુજબ 200 કરોડ રૂપિયાની વસૂલાતના કેસમાં જૅકલીન ફર્નાન્ડિઝનું નામ પણ ઈડીની ચાર્જશીટમાં સામેલ છે.
 
આ અહેવાલમાં લખાયું છે કે ઈડીનાં સૂત્રો અનુસાર, વસૂલાતના કેસના માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખરે (સુકેશ ચંદ્રશેખર) જૅકલીનને 10 કરોડ રૂપિયાની મોંધી ભેટ આપી હતી. જેમાં ગાડી, ઘોડા અને અન્ય મોંઘો સામાન સામેલ છે.
 
ઉલ્લેખનીય છે કે દિલ્હીની તિહાર જેલથી 200 કરોડ રૂપિયાની વસૂલાતના મામલામાં ઈડીએ શનિવારે જ ચાર્જશીટ દાખલ કરી છે.
 
કસ્ટમ અધિકારીઓએ ઈડીની લુકઆઉટના આધારે 36 વર્ષીય અભિનેત્રીને ઍરપૉર્ટ પર અટકાવી હતી.
 
તપાસ એજન્સીના અધિકારી મુંબઈ ઍરપૉર્ટ પર પહોંચ્યાં અને તેમને યાત્રાની પરવાનગી નહોતી આપી.
 
જૅકલીનને દેશમાં રહેવાનું જ કહેવામાં આવ્યું કારણ કે તેમને તપાસમાં હાજર રહેવું પડી શકે છે.

સંબંધિત સમાચાર

Next Article