વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

Webdunia
મંગળવાર, 6 મે 2025 (11:29 IST)
avneet kaur
અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર અવનીત કૌર આ સમયે વિરાટ કોહલીના કારણે ચર્ચામાં છે. ક્રિકેટરે અભિનેત્રીના ફૈન પેજ પર પોસ્ટ્ કરેલી એક ફોટોને ભૂલથી લાઈક કરી દીધુ હત્ જ્યારબાદ ચારેબાજુથી આ વાતો શરૂ થઈ ગઈ.  દરેક આ ક્રિકેટર અને અભિનેત્રીને લિંક કરવા લાગ્યા.  અવનીત કૌરની બીજી પોસ્ટસ પર તેને બીજી ભાભી પણ લખવા લાગ્યા.  આ બધાની વચ્ચે ઈંફ્લુએંસરના સોશિયલ મીડિયા પર પણ ફોલોવર્સની સંખ્યા વધી ગઈ છે. તેમને આ વસ્તુનો પર્સનલી ફાયદો પહોચ્યો.  
 
ઉલ્લેખનીય છે કે 1 મે ના રોજ વિરાટ કોહલીએ ઈંસ્ટાગ્રામ પર અવનીત કૌરના એક ફેન પેજ તરફથી શેયર કરવામાં આવેલી ફોટોને લાઈક કર્યુ હતુ.  અને એ દિવસે અનુષ્કા શર્માનો બર્થડે પણ હતો. તેમના પણ ક્રિકેટરે પોસ્ટ કર્યુ હતુ અને થોડા કલાક બાદ જ લાઈક કરવાના સમાચાર આગની જેમ ફેલાય ગયા.  દરેક કોઈ આના વિશે જ વાત કરવા લાગ્યા.  કારણ કે ક્રિકેટરને  અભિનેત્રીને ફોલો પણ નથી કરતા . આવામા એક વાક્યએ ઈંટરનેટ પર હંગામો મચાવી દીધો.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Avneet Kaur (@avneetkaur_13)

 
વિરાટ કોહલીની લાઈકથી અવનીત કૌરને ફાયદો 
વિરાટ કોહલીની એક લાઈક પછી સોશિયલ મીડિયા પર મીમ્સ બનવા લાગ્યા. ગોસિપ્સ થવા માંડ્યા. ભલે ક્રિકેટરે તેને ભૂલ ગણાવી. પણ ફાયદો બધો અવનીત કૌરને જ થયો.   તેના ઈસ્ટાગ્રામ પર 48 કલાકમા 30 મિલિયન થી 31.8 મિલિયન ફોલોવર્સ થઈ ગયા. તેને સીધો લગભગ 2 મિલિયન ફોલોવર્સનો ફાયદો થયો છે. એટલુ જ નહી 'બજ્ક્રાફ્ટ' ની રિપોર્ટ મુજબ તેની બ્રાંડ વેલ્યુ પણ વધી ગઈ. તેના સ્પૉન્સર્ડ પોસ્ટની કિમંત કથિત રૂપે 30 ટકા વધી ગઈ છે. મતલબ હવે 2 લાખ રૂપિયાથી 2.6 લાખ રૂપિયા પ્રતિ પોસ્ટ તે કમાણી કરશે.  
 
વિરાટ કોહલી આપી હતી સફાઈ 
વિરાટ કોહલીએ ઈસ્ટાગ્રામ સ્ટોરી પર ચોખવટ પણ કરી હતી. લખ્યુ હતુ... 'હુ આ સ્પષ્ટ કરવા માંગુ છુ કે ફીડ ક્લિયર કરતી વખતે એવુ લાગે છે કે એલ્ગોરિદમએ ભૂલથી કોઈ ઈંટરૈક્શન રજીસ્ટર કરી લીધુ છે. તેની પાછળ કોઈ ઈરાદો નથી. હુ રિકવેસ્ટ કરુ છુ કે કોઈ કારણ વગર ધારણા ન્બનાવે. સમજવા માટે ધન્યવાદ'.   

સંબંધિત સમાચાર

Next Article