Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટ અને રણબીર બનવાના છે પેરેન્ટ્સ ? હોસ્પિટલની ફોટો કરી શેયર

Webdunia
સોમવાર, 27 જૂન 2022 (12:12 IST)
આલિયા ભટ્ટ પ્રેગ્નેંટ (Alia Bhatt Pregnant) છે, આ ગુડ ન્યુઝ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો પોસ્ટ કરીને આપ્યા છે. બંનેએ સાથે મળીને કેપ્શનમાં લખ્યું છે કે અમારું બાળક જલ્દી આવી રહ્યું છે. આલિયા હોસ્પિટલના બેડ પર ખુશ દેખાઈ રહી છે અને નજીકમાં રણબીર કપૂર બેઠો છે. સાથે બીજો ફોટો લાયન કપલ અને કબ નો છે. આ પોસ્ટ પર લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે. સોની રાઝદાન, મૌની રોય સહિત ઘણા લોકોએ ખુશી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરે આ વર્ષે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. વેલ, આલિયા અને રણબીરના ઘણા ચાહકોને હજુ પણ વિશ્વાસ નથી થયો. તેમને લાગે છે કે આ તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર સાથે સંબંધિત અપડેટ પણ હોઈ શકે છે. 

c
 
આલિયાની પોસ્ટની સાથે રણબીરની બહેન રિદ્ધિમાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. રિદ્ધિમાએ લખ્યું છે કે મારા બાળકનું બાળક થવાનું છે. સાથે જ લોકો નીતુ કપૂરની પોસ્ટ અને ટિપ્પણીની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ઈન્ડસ્ટ્રી તરફથી ઘણા સારા સમાચાર મળ્યા છે. પ્રિયંકા ચોપરાએ જાન્યુઆરીમાં દીકરીના જન્મના ખુશખબર આપ્યા હતા. સોનમ કપૂર પ્રેગ્નન્ટ છે, રિપોર્ટ્સ અનુસાર ઓગસ્ટ સુધીમાં તેમના ઘરે એક નાનો મહેમાન આવશે. ગયા વર્ષે અનુષ્કા શર્માને એક પુત્રીનો જન્મ થયો હતો.

સંબંધિત સમાચાર

Next Article