કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવગે કરવાના કેસમાં આજે ચોંકાવનારી વિગતો સામે આવી છે. કડી પોલીસ સ્ટેશનમાં દારૂના મુદ્દામાલની ગણતરીમા ચોંકાવનારી વિગતો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાના કુલ મુદ્દામાલ પૈકી ખૂટતી બોટલો 5974 રૂપિયા 12,14,338નો મુદ્દામાલ ઓછો મળી આવ્યો છે. રૂપિયા 3,09,700ની 1159 બોટલો કોઈ પણ ગુનામાં કબ્જે કર્યા વગરની વધારાની મળી આવતા આ ઘટના ચર્ચાનો વિષય બની છે. આ ચોંકાનારી વિગતો બાદ કડી પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, કડી પોલીસ સ્ટેશનના જેતે સમયના પીઆઈ અને પીએસઆઈ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. પીઆઇઓ એમ દેસાઈ અને પીએસઆઈ કે.એન. પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે કબ્જે લેવાયેલ દારૂ વેચવો કે અન્ય સ્થળે લઈ જવા મુદ્દે ગુનો દાખલ કરાયો છે. કોઈ ગુનામાં કબ્જે લેવાયેલ ના હોય તેવો પ્રોહીબિશનનો મુદ્દામાલ પો. સ્ટે.મા રાખી ગેરરીતિ આચર્યાનો ગુનો દાખલ કરાતા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. કડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અનાર્મ એએસઆઇ દિલીપ ભુરજીભાઈએ આ ફરિયાદ નોંધાવી છે.