કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?

જૅમ્સ ગૉલાઘર
રવિવાર, 29 માર્ચ 2020 (13:52 IST)
કોરોના વાઇરસ, આ બીમારી અંગે દુનિયાને ડિસેમ્બર 2019માં ખબર પડી. આ વાઇરસ સામે લડવા દુનિયાના વૈજ્ઞાનિકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, પરંતુ હજુ કેટલીક બાબતો છે જે આપણે સમજી શક્યા નથી અને કેટલાક સવાલોના જવાબ શોધી રહ્યા છીએ.
 
1.અત્યાર સુધી કેટલા લોકોને ચેપ લાગ્યો?
આ એક ખૂબ સામાન્ય સવાલ છે, પરંતુ ખૂબ મહત્ત્વપૂર્ણ પણ છે.
 
દુનિયાભરમાં કોરોનાથી સંક્રમિત લાખો કેસ સામે આવી ચૂક્યા છે. પરંતુ આ તો કુલ સંખ્યાનો માત્ર એક ભાગ છે.
 
કેમ કે દુનિયામાં ઘણા લોકો એવા છે, જેમને આ વાઇરસનો ચેપ તો લાગ્યો છે પરંતુ બીમાર પડ્યા નથી એટલે તેમના કેસ નોંધાયા નથી.
 
તેવામાં એક એવા પ્રકારના ટેસ્ટની જરૂર છે, જેનાથી સંશોધકો જાણી શકે કે શરીરમાં કોઈ વાઇરસ છે કે નહીં.
 
કદાચ આપણે ત્યારે જ જાણી શકીશું કે કોરોના વાઇરસ કેટલી સહેલાઈથી ફેલાય છે.
 
2. કોરોના વાઇરસ ખરેખર કેટલો જીવલેણ છે?
જ્યાં સુધી આપણે એ નથી જાણી લેતા કે દુનિયામાં કેટલા કેસ કોરોના વાઇરસ પૉઝિટિવ છે, ત્યાં સુધી મૃતકાંક વિશે ચોક્કસ જાણકારી મેળવી શકાતી નથી.
 
હાલ જે આંકડા છે, તે પ્રમાણે જેટલા લોકો વાઇરસથી સંક્રમિત છે, તેમાંથી 1% લોકોનું મૃત્યુ થાય છે.
 
પરંતુ જો શંકાસ્પદ કેસોની સંખ્યા વધારે છે, તો મૃત્યુદર હજુ પણ ઘટી શકે છે.
 
3 . વાઇરસનાં લક્ષણો
 
માતા સાથે બાળક
કોરોના વાઇરસનાં મુખ્ય લક્ષણો છે તાવ અને સૂકી ખાંસી. જ્યારે આ લક્ષણો જોવાં મળે, ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
 
સૂઝી ગયેલું ગળું, માથામાં દુખાવો અને ડાયરિયા પણ એ લક્ષણો છે, જે કેટલાક કેસમાં જોવા મળ્યાં છે.
 
કેટલાક કેસમાં શર્દીનાં લક્ષણો પણ જોવાં મળે છે.
 
સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એવી શક્યતા છે કે લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય અને તેમને ખબર જ ન પડે.
 
4. બાળકોની રમત-ગમત દરમિયાન કોરોના વાઇરસ ફેલાવવાનો ખતરો
બાળકોને પણ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે.
 
જોકે, તેમની અંદર હળવાં લક્ષણો જોવાં મળે છે. હાલ મૃતકોની સંખ્યા જોઈએ તો તેમાં અન્ય વય કરતાં બાળકોનાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે.
 
બાળકોના માધ્યમથી કોરોના વાઇરસ જેવો ચેપ ઝડપથી લાગે છે કેમ કે તેઓ ઘણા લોકોને મળે છે અને પ્લેગ્રાઉન્ડમાં ઘણાં બાળકો સાથે રમે છે.
 
જોકે, કોરોના વાઇરસમાં હજુ એ સ્પષ્ટ થયું નથી કે તે કેટલી ઝડપથી ફેલાય છે.
 
કોરોના વાઇરસ ખરેખર આવ્યો ક્યાંથી?
 
કોરોના વાઇરસ સામે દુનિયા લડી રહી છે
આ વાઇરસ ડિસેમ્બરના અંતમાં ચીનના વુહાનમાંથી આવ્યો હતો. અહીં પ્રાણીઓનું માર્કેટ છે.
 
કોરોના વાઇરસને SARS-CoV-2 નામ આપવામાં આવ્યું છે. આ વાઇરસ ચામાચીડિયાં સાથે સંકળાયેલો છે.
 
જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ વાઇરસ ચામાચીડિયામાંથી એક રહસ્યમયી પ્રાણીમાં પ્રવેશ્યો અને પછી તે મનુષ્યમાં ફેલાયો.
 
6. શું ઉનાળામાં કેસોની સંખ્યા ઘટશે?
શર્દી અને તાવ શિયાળામાં થતા રોગ છે અને મોટાભાગે તે ઉનાળામાં જોવા મળતા નથી.
 
પરંતુ કોરોના વાઇરસના કેસમાં હજુ એ જાણકારી મળી શકી નથી કે ગરમ વાતાવરણથી વાઇરસ ફેલાતો રોકાશે કે નહીં.
 
યુકે સરકારના વૈજ્ઞાનિક સલાહકારે ચેતવણી આપી હતી કે એ સ્પષ્ટ નથી કે વાઇરસનો ઋતુ સાથે કોઈ સંબંધ છે કે નહીં.
 
જો ઉનાળામાં કોરોના વાઇરસના કેસ ઘટી જાય છે, તો એ ખતરો પણ રહેશે કે શિયાળામાં ફરી તેના કેસમાં ઉછાળો આવે.
 
7. કેટલાક લોકોની અંદર ગંભીર લક્ષણો કેમ દેખાય છે?
 
કોરોના વાઇરસના કારણે મોટા ભાગના લોકોને હળવો ચેપ લાગે છે. પરંતુ 20% લોકો એવા છે કે જેમની અંદર ખૂબ જ ગંભીર લક્ષણો જોવાં મળે છે. પણ શા માટે?
 
તેની પાછળ કોઈ માણસની રોગપ્રતિકારક શક્તિ જવાબદાર હોય છે અને આ સિવાય બીજી પણ કેટલીક સામાન્ય બાબતો જવાબદાર હોઈ શકે.
 
જો આ વાતને સમજી શકાય, તો લોકો ગંભીર લક્ષણોથી બચી શકે છે અને તેમણે ICUમાં સારવાર લેવાની જરૂર નહીં પડે.
 
8. રોગપ્રતિકારક શક્તિ કેટલો લાંબો સમય રહી શકે છે અને શું આ ચેપ બે વખત લાગી શકે?
 
આ અંગે ધારણા તો ખૂબ બંધાઈ છે, પણ પુરાવા ખૂબ ઓછા છે કે જે એ જણાવી શકે કે રોગપ્રતિકારક શક્તિ કેટલો લાંબો સમય આ વાઇરસ સામે લડી શકે છે.
 
જોકે, આ રોગ હજુ એટલો જૂનો નથી એટલે લાંબા ગાળાના ડેટા મેળવી શકાય એમ નથી.
 
જ્યાં સુધી વાત છે બીજી વખત ચેપ લાગવાની, તો એ બની શકે કે પહેલા ટેસ્ટ ખોટા આવ્યા હોય, જેમાં કહેવામાં આવ્યું હોય કે વ્યક્તિ વાઇરસ-મુક્ત છે.
 
9. શું વાઇરસમાં કોઈ પરિવર્તન આવશે?
વાઇરસમાં હંમેશાં પરિવર્તન આવે છે. પરંતુ તેનાથી કોઈ મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવતું નથી.
 
સામાન્યપણે કોઈ પણ વાઇરસ લાંબાગાળામાં ઓછો જીવલેણ હોય છે પરંતુ તેની કોઈ ગૅરન્ટી નથી.
 
ચિંતા એ છે કે જો વાઇરસમાં કોઈ પરિવર્તન આવે છે, તો રોગપ્રતિકારક શક્તિ તેની ઓળખ કરી શકતી નથી અને તેની રસી કામ કરતી નથી.
 
 

સંબંધિત સમાચાર

Next Article