જ્યોર્જ ફ્લૉય્ડ હત્યા કેસ : ડેરેક શૉવિનને 22 વર્ષની કેદ

Webdunia
શનિવાર, 26 જૂન 2021 (18:01 IST)
વર્ષ 2020માં આફ્રિકન-અમેરિકી વ્યક્તિ જ્યોર્જ ફ્લૉય્ડની હત્યાના કેસમાં અમેરિકાના ધોળા પૂર્વ પોલીસકર્મી ડેરેક શૉવિનને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને 22 વર્ષ 6 મહિનાની સજા ફટકારવામાં આવી છે.
 
અમેરિકામા આ હત્યા કેસ બાદ અનેક વિરોધપ્રદર્શન થયા અને બ્લૅક લાઇવ્સ મૅટરનું આંદોલન ચાલ્યું હતું.
 
જજે કહ્યું કે ડેરેકે તેમના પદના વિશ્વાસ અને સત્તાનો દુરુપયોગ કર્યો તથા જ્યોર્જ ફ્લૉઇડ સાથે ક્રૂર આચરણ કર્યું.
 
48 વર્ષીય ફ્લૉય્ડનું ડેરેક શૌવિને તેમના ગળા પર ઘૂંટણ મૂકી 9 મિનિટ સુધી દબાણ આપતા મૃત્યુ થયું હતું.
 
45 વર્ષીય શૉવિન સેકન્ડ ડિગ્રી સ્તરની હત્યા અને અન્ય ગુનાઓ માટે ગત મહિને જ દોષિત ઠર્યા હતા. તેમની સુનાવણી દરમિયાન તેમના વકીલે ઘટનાને એક 
 
સારા ઉદ્દેશ્ય દરમિયાન થયેલી ભૂલ ગણાવી હતી.
 
અદાલતે શૉવિનને એક હત્યારા તરીકે રજિસ્ટર કરી તેમના પર આજીવન હથિયારો રાખવાનો પ્રતિબંધિત લાગુ કર્યો છે.
 
શૉવિન અને અન્ય ત્રણ પૂર્વ પોલીસકર્મીઓ પર જ્યોર્જ ફ્લૉય્ડના સિવિલ રાઇટ્સ (નાગરિક અધિકારો)ના ઉલ્લંઘન બદલ વિવિધ ગુનાઓ લગાવવામાં આવ્યા 
 
હતા.
 
ફ્લૉય્ડ ના પરિવાર અને સમર્થકોએ આ સજાના નિર્ણયને આવકાર્યો છે.
 
વકીલ બહેન ક્રમ્પે ટ્વિટ કર્યું, "આ ઐતિહાસિક ન્યાય છે અને તેનાથી ફ્લૉય્ડનો પરિવાર અને દેશ બંનેના દુખમાં ઘટાડો થશે. કેમ કે જવાબદારી નક્કી કરી 
 
દેવાઈ છે."
 
ફ્લૉય્ડના બહેન બ્રિજેટ ફ્લોઇડે કહ્યું સજા દર્શાવે છે કે પોલીસના અત્યાચારની બાબતને ગંભીરતાથી લેવાઈ છે. છતાં હજુ લડાઈ લાંબી છે.
 
દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું કે, સજા યોગ્ય લાગી રહી છે પરંતુ મારી પાસે વધુ વિગતો નથી.
 
સુનાવણી દરમિયાન શું થયું?
,
જેમને સજા થઈ તે અપરાધી પોલીસકર્મી ડેરેક શૉવિનની તસવીર
 
સુનાવણી દરમિયાન જ્યોર્જ ફ્લૉય્ડના પિતા ટેરેન્સ ફ્લૉય્ડે સર્વાધિક 40 વર્ષની સજાની માગણી કરી હતી.
 
ફ્લૉય્ડની સાત વર્ષની દીકરી પણ વીડિયો રેકૉર્ડિંગ દ્વારા સુનાવણીમાં ઉપસ્થિત રહી હતી. તેણે કહ્યું,"મારા પિતાની મને ખૂબ જ યાદ આવે છે. તે મને બ્રશ 
 
કરવામાં મદદ કરતા હતા."
 
જજે કહ્યું કે આ કેસ દેશ અને સમુદાય બંને માટે દુખદાયી રહ્યો છે. પણ સૌથી વધુ દુખ અને તકલીફ ફ્લૉય્ડ પરિવારને થયું છે.
 
પૂર્વ પોલીસ અધિકારી શૌવિને કોર્ટમાં કહ્યું કે તે ફ્લૉય્ડ પરિવારને સાંત્વના પાઠવે છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોઈ નવી માહિતી જાણવા મળી શકે છે અને 
 
તેથી એ બાબત તમને શાંતિ આપે એવી આશા છે. પરંતુ તેમણે માફી નહોતી માગી.
 
બીજી તરફ કોર્ટમાં શૉવિનના માતાએ શૉવિનને એક સારી વ્યક્તિ ગણાવી હતી. કૅરોલિન પૉલેન્ટીએ કહ્યું,હું હંમેશાં માનતી આવી છું કે, "તું નિર્દોષ છે અને મારા 
 
માટે તું હંમેશાં નિર્દોષ જ રહેશે."
 
લોકોએ કહ્યું 'ન્યાય પણ મળ્યો પણ પૂરો નહીં...'
 
અન્ય એક ઘટનામાં અમેરિકામાં પોલીસકર્મીઓ દ્વારા ફાયરિંગ કરીને જેકબ બ્લૅક નામના 29 વર્ષીય અશ્વેત યુવાનને કથિતપણે ઘાયલ કર્યા હોવાનો મામલો 
 
સામે આવ્યો હતો.
 
તેમના અંકલ જસ્ટિન બ્લૅકે જ્યોર્જ ફ્લૉય્ડની હત્યાના દોષી પોલીસકર્મી ડેરેક શૉવિનને થયેલી સજા બાદ કહ્યું હતું : "આફ્રિકન અમેરિકનની હત્યા બાદ કેટલા 
 
પોલીસકર્મીઓને સજા થઈ છે? કદાચ ઝાઝાને નહીં. કદાચ તે બહુ થોડા ગુનેગાર પોલીસકર્મીઓમાંથી એક અથવા તો પ્રથમ છે, જેને સજા થઈ છે."
 
મૃતક જ્યોર્જ ફ્લૉય્ડનાં સંબંધી મહાલીયા જૉન્સે સજાના નિર્ણય બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "અમને આશા હતી કે તેમને સજા મળશે, જે તેમને 
 
મળી પણ ખરી. પરંતુ તેમને વધુ સજા કરી શકાઈ હોત."
 
જ્યોર્જ ફ્લૉય્ડનાં અન્ય એક સંબંધી એંજેલા હેરેલસને કહ્યું કે તેમને આશા હતી કે આરોપીને હજુ વધુ સજા મળશે.
 
તેમણે કહ્યું કે, "જો આપણે ઐતિહાસિકપણે ન્યાયપ્રણાલીની વાત કરીએ તો મોટા ભાગના નિર્ણયો અમારી તરફેણમાં નથી હોતા."
 
જ્યોર્જ ફ્લોય્ડની હત્યા માટેના આરોપીને સજા થાય તેની રાહ જોઈ રહેલાં એક મહિલા જૉર્ડન એલને સજા વિશે કહ્યું કે, "આપણે ન્યાય અને જવાબદારીની વાત 
 
કરીએ છીએ. પરંતુ આ એ બેમાંથી કશું નથી. તેથી આ બાબતે અસંતોષ રહેશે. અમે આખા એક વર્ષ સુધી રાહ જોઈ અને એક વર્ષ સુધી લડાઈ ચાલુ રાખી. તે 
 
આના માટે નહોતું. આ એ નથી જે અમને જોઈતું હતું. અને આ વાત તેઓ જાણે છે."
 
જ્યોર્જ ફ્લૉય્ડ સાથે શું થયું હતું અને કેસ શું છે?
 
જ્યોર્જ ફ્લૉય્ડ 25 મે, 2020ની સાંજે દક્ષિણ મિનીપોલીસની એક દુકાનથી સિગારેટનું પૅકેટ ખરીદ્યું હતું. દુકાનદારનો આરોપ હતો કે જ્યોર્જ ફ્લૉય્ડ સિગારેટ 
 
ખરીદવા માટે કથિત રીતે 20 ડૉલરની નકલી નોટનો ઉપયોગ કર્યો હતો.
 
ફ્લૉય્ડ સિગારેટનું પૅકેટ પરત કરવાનો ઇનકાર કરતા દુકાનદારે પોલીસ બોલાવી હતી.
 
ઘટનાસ્થળે પહોચ્યાં બાદ પોલીસે ફ્લૉય્ડને હાથકડીથી બાંધી દીધા હતા. જ્યારે પોલીસ અધિકારીએ ફ્લૉય્ડને કારની અંદર બેસાડવાનો પ્રયાસ કર્યો તો તેમણે 
 
પ્રતિકાર કર્યો. બાદમાં હાથકડીથી બાંધેલા જ્યોર્જ ફ્લૉય્ડને પોલીસે કાર પાસે જમીન પર પાડી દીધા હતા.
 
આરોપ એ હતો કે ડેરેક શૉવિને જ્યોર્જ ફ્લૉય્ડના ગળા પર પોતાનો જમણો ઘૂંટણ આશરે 9 મિનિટ સુધી મૂકી રાખ્યો હતો અને તેના કારણ શ્વાસ રુંધાઈ જવાથી 
 
તેમનું મૃત્યુ થયું.
 
આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે બીજા બે અધિકારીઓએ પણ ફ્લૉય્ડને નીચે પાડી દેવામાં મદદ કરી હતી જ્યારે ત્રીજી વ્યક્તિએ લોકોને આ ઝઘડામાં સામેલ 
 
થતાં અટકાવી રાખ્યા હતા.
 
વાઇરલ વીડિયોમાં ફ્લૉય્ડ 20થી વધુ વખત કહેતા સંભળાય છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
 
તેના એક કલાક બાદ ફ્લૉય્ડને હૉસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
 
આ સમગ્ર મામલે અમેરિકામાં મોટા વિરોધ પ્રદર્શન અને હિંસોઓ ફાટી નીકળી હતી. બાદમાં પોલીસકર્મીઓ સામે કેસ દાખલ કરાયો હતો. અને એ કેસમાં હવે 
 
તેમને સજા થઈ છે.
 

સંબંધિત સમાચાર

Next Article