કલેક્ટર કચેરી ખાતે અમિત શાહે પોતાનું ઉમેદાવારી પત્રક રિટર્નિંગ ઑફિસરને સોંપ્યું હતું. એ વખતે અરુણ જેટલી, રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે વગેરે હાજર રહ્યા હતા.
આ પહેલાં અમિત શાહ દ્વારા અમદાવાદમાં રોડ-શૉનું આયોજન કર્યું હતું. ભાજપના અધ્યક્ષ અમિત શાહની રેલી પૂર્વે યોજાયેલી એનડીએની વિજયસંકલ્પ રેલીમાં શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના ભાષણ દરમિયાન 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતા, જેનો ઠાકરેએ મંચ ઉપરથી જવાબ આપ્યો હતો.
આ રેલીમાં ભાગ લેવા શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, શિરોમણિ અકાલીદળના પ્રકાશસિંઘ બાદલ, ઉપરાંત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને રાજનાથસિંહ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર, ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પહોંચ્યા હતા.
ગુજરાતમાં ચોથી એપ્રિલ સુધી ઉમેદવારી કરી શકાશે અને તા. 23મી એપ્રિલે મતદાન થશે.