Year Ender 2023 - આ વ્યક્તિએ 2023માં Swiggy થી એટલું બધું ફૂડ મંગાવ્યું કે એટલા પૈસામાં ખરીદી શકો એક ઘર

Webdunia
શનિવાર, 16 ડિસેમ્બર 2023 (15:41 IST)
ઑનલાઇન ફૂડ ડિલિવરી એ આજે ​​વિશ્વના સૌથી મોટા વ્યવસાયોમાંનો એક છે. આમાં મુખ્ય ફૂડ ડિલિવરી એપ્સ છે Swiggy અને Zomato. વર્ષના અંતે, સ્વિગીએ વર્ષ 2023 માટે તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. How India Swiggy'd 2023 શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં કંપનીએ જણાવ્યું કે મુંબઈના એક વ્યક્તિએ વર્ષ 2023માં સ્વિગી પાસેથી લગભગ 42.3 લાખ રૂપિયાનું ફૂડ ઓર્ડર કર્યું છે.  આ રિપોર્ટમાં કંપનીએ જણાવ્યું છે કે દેશભરમાં સ્વિગી પર 6,64,46,312 અનન્ય વાનગીઓ ઉપલબ્ધ છે. આ સાથે, સ્વિગીએ આ વર્ષે તેની ઘણી વધુ સિદ્ધિઓની ગણતરી કરી અને એપ્લિકેશન સાથે સંબંધિત ઘણી રસપ્રદ ઘટનાઓ અને તથ્યો વિશે જણાવ્યું.
 
આ શહેરોમાંથી સૌથી  વધુ ઓર્ડર
સ્વિગી પર સૌથી વધુ ફૂડ ઓર્ડર ચેન્નાઈ, દિલ્હી અને હૈદરાબાદના હતા. આ સ્થળોએથી દરરોજ 10000 ઓર્ડર આપવામાં આવ્યા હતા.
 
નાના શહેરોમાં આવા મોટા ઓર્ડર થતા રહે છે.
ઉત્તર પ્રદેશના નાના શહેર ઝાંસીમાંથી એક દિવસમાં એક જ યુઝરના એકાઉન્ટમાંથી સૌથી વધુ ઓર્ડર કરવામાં આવ્યા હતા. યુઝરે પાર્ટી માટે એક સાથે 269 વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો. આ સાથે ભુવનેશ્વરમાં એક યુઝરે એક દિવસમાં હાઉસ પાર્ટી માટે 207 પિઝાનો ઓર્ડર આપ્યો હતો.
 
ભારતે આ ખાસ દિવસોએ સૌથી વધુ ફુડનો ઓર્ડર આપ્યો 
 
1 જાન્યુઆરી, 2023 ના રોજ એટલે કે ગયા વર્ષના નવા વર્ષ પર જે લોકોએ પ્રણ લીધું હતું કે આવતીકાલથી ડાયેટિંગ શરૂ, એ જ લોકોએ સ્વિગી પરથી સોંથી વધુ 4.3 લાખ બિરયાની અને 83.5 હજાર નૂડલ્સનો ઓર્ડર આપ્યો હતો.
- 14મી મે 2023ના રોજ એટલે કે મધર્સ ડે પર, મોટાભાગના લોકોએ ચોકલેટ કેકનો ઓર્ડર આપ્યો હતો.
- 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે, ભારતના લોકોએ સ્વિગીમાંથી મહત્તમ સંખ્યામાં ગુલાબ જામુન અને બટર નાનનો ઓર્ડર આપ્યો.
- 19 નવેમ્બરે, વર્લ્ડ કપની ફાઇનલ મેચના દિવસે, ભારતીયોએ દર મિનિટે 188 પિઝાનો ઓર્ડર આપ્યો હતો.
- ભારતમાં દુર્ગા પૂજા દરમિયાન 7.7 મિલિયન લોકોએ સ્વિગીમાંથી રસગુલ્લાનો ઓર્ડર આપ્યો હતો.
- નવરાત્રિના 9 દિવસ દરમિયાન વેજ ખાનારા લોકોએ સૌથી વધુ સ્વિગીમાંથી મસાલા ડોસાનો ઓર્ડર આપ્યો હતો.
- આ વર્ષે હૈદરાબાદના એક ગ્રાહકે માત્ર ઈડલી પર 6 લાખ રૂપિયા ખર્ચ્યા.
- વર્ષ 2023 માં, ભારતના લોકોએ દર સેકન્ડે અઢી પ્લેટ બિરયાનીનો ઓર્ડર આપ્યો, જેમાં ચિકન બિરયાનીની 5.5 પ્લેટ વેજ બિરયાનીની 1 પ્લેટ હતી.
મોટાભાગની બિરયાની હૈદરાબાદથી મંગાવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

Next Article