NZ vs AFG : આઈસીસી વર્લ્ડ કપ 2023માં આજે એક મોટો મુકાબલો છે. ન્યુઝીલેંડ અને અફગાનિસ્તાનની ટીમો સામસામે છે. આ મુકાબલામાં અફગાનિસ્તાને ટોસ જીત્યો છે અને ટીમના કપ્તાન હશમુતુલ્લાહ શહીદીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અફગાનિસ્તાને જે રીતે પોતાના અગાઉના મુકાબલામાં ઈગ્લેંડ જેવી મોટી ટીમને હરાવી હતી, ત્યારબાદ આ મેચનો રોમાંચ વધી ગયો છે. જોકે ન્યુઝીલેંડની ટીમના કપ્તાન કેન વિલિયમસેન વગર જ આ મેચ ઉતર્યા છે.