વાસ્તુ મુજબ રસોડુ - આ દિશામાં બનાવશો રસોડુ તો પરિવારના સભ્યો વચ્ચે સંબંધો થશે ખરાબ

Webdunia
શુક્રવાર, 6 મે 2022 (00:37 IST)
સરલ વાસ્તુ અનુસાર રસોડું ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. રસોડું બનાવતી વખતે ઘરની ઉત્તર, ઈશાન કે દક્ષિણ-પશ્ચિમ દિશા ટાળવી જોઈએ. રસોડામાં ઈલેક્ટ્રિસ સાધનો પણ દક્ષિણ-પૂર્વ દિશામાં હોવા જોઈએ.
 
રસોડું એ કોઈપણ ભારતીય ઘરનુ એક અભિન્ન ભાગ છે - આપણી દિવસભરની ઊર્જાનો સ્ત્રોત છે રસોડુ. દરેક એક સાધન જે તમારા રસોડામાં ગૌરવનું સ્થાન ધરાવે છે  તે મહત્વપૂર્ણ છે, અને જો તે વાસ્તુના સિદ્ધાંતો અનુસાર મૂકવામાં આવે તો, તમારા રસોડામાં પોઝીટીવિટી કાયમ રહેશે
 
રસોડાની દિશા
તમારું રસોડું સકારાત્મક વાતાવરણમાં છવાયેલું છે તેની ખાતરી કરવા માટે, વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને પાણીના તત્વો સંતુલિત હોવા જરૂરી છે. જો જરૂરી હોય તો, તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે તમારા રસોડામાં અમુક જગ્યાઓ બદલો અથવા તેમાં સુધારો કરો.
 
અહી અમે 6 મહત્વપૂર્ણ વાતો બતાવી રહ્યા છે જેને વાસ્તુ ગાઈડલાઈન અનુસાર રસોડું ડિઝાઇન કરતી વખતે સારી  રીતે ધ્યાનમાં લેવાની જરૂર છે:
 
-  વાસ્તુશાસ્ત્ર અનુસાર, અગ્નિદેવ ઘરની દક્ષિણપૂર્વ દિશામાં હોય છે, જેનો અર્થ એ છે કે રસોડા માટે આદર્શ સ્થાન તમારા ઘરની દક્ષિણપૂર્વ દિશા છે. જો કોઈ કારણસર તમે આમ ન કરી શકો તો ઉત્તર-પશ્ચિમ દિશા કામ કરશે. જો કે, ખાતરી કરો કે રસોડું ઘરની ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્યારેય બાંધવામાં આવતુ નથી કારણ કે તે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને બગાડે છે. 
 
- રસોડાની અંદરની તમામ વસ્તુઓ અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી ગેસ સ્ટવ, સિલિન્ડર, માઇક્રોવેવ ઓવન, ટોસ્ટર સહિત અન્ય ઉપકરણો રસોડાના દક્ષિણ-પૂર્વ ભાગમાં રાખવા જોઈએ. ઉપરાંત, આ વસ્તુઓને એવી રીતે મૂકવી જોઈએ કે જેથી વ્યક્તિને રસોઈ કરતી વખતે પૂર્વ તરફ મોઢુ કરવાની જરૂર  પડે.  આવુ કરવાથી પોઝીટીવ એનર્જી કાયમ રહેશે. 
 

સંબંધિત સમાચાર

Next Article