ધનવાન બનવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે વ્યક્તિ પોતાના તરફથી સખત મહેનત પણ કરે છે, પરંતુ કેટલીકવાર તેનાથી આર્થિક જીવનમાં સમૃદ્ધિ આવતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં એક નાની ભૂલ પણ સુખ-શાંતિ પર અસર કરે છે. વાસ્તુની આ ભૂલોને કારણે ઘરમાં નકારાત્મકતાનો વાસ થવા લાગે છે. પરિણામે આર્થિક નુકસાન થાય છે. ચાલો જાણીએ વાસ્તુની તે ભૂલો વિશે.
આ ભૂલોને કારણે થતી નથી બરકત
વાસ્તુશાસ્ત્ર અનુસાર, દિવાલ પર બંધ પડેલી ઘડિયાળથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આવી સ્થિતિમાં ઘરમાં ક્યારેય બંધ કે તૂટેલી ઘડિયાળ ન રાખવી જોઈએ. આ સિવાય ટેબલ પર પડેલી ઘડિયાળથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. એવામાં તેને તાત્કાલિક સુધારો કરવો જોઇએ.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નળમાંથી ટપકતું પાણી, પાઇપમાંથી વહેતું પાણી અથવા બિનજરૂરી પાણીનો બગાડ વાસ્તુ દોષ પેદા કરે છે. આવા વાસ્તુ દોષોને કારણે ધનનો વ્યય થાય છે.