મેરઠમાં પીએમ મોદી બોલ્યા, S-સપા, C-કોંગ્રેસ, A-અખિલેશ, M-માયાવતી = SCAM

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (14:24 IST)
પ્રધાનમંત્રી બનતા પહેલા જે સ્થાન પરથી નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી ત્યાથી મોદી વિધાનસભા ચૂંટણી માટે બિગુલ વગાડવા જઈ રહ્યા છે. મોદી અજએ થનારી વિજય શંખનાદ રેલીમાં 18 વિધાનસભાના મતદાતાઓને સંબોધિત કરી રહ્યા છે. 

LIVE UPDATES:

- પીએમ મોદીએ કહ્યુ - આઝાદી પછી પહેલીવાર એવી સરકાર આવી છે જે ફૌજીઓ માટે જીવવા મરવા માંગે છે. અમે દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો.  મે સૈનિકો સાથે વાત કરી અને તેમને સમજવાનો પ્રયાસ કર્યો. આપણા સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઈક કરી. દેશની સેના દુર્બળ નથી. 
 
- મેરઠની રેલીમાં પીએમ મોદીએ કર્યુ મોટુ એલાન - કહ્યુ સપા સરકારે શેરડીના ખેડૂતોની હાલત બગાડી. યૂપીમા આવ્યા તો શેરડીના ખેડૂતોનુ કર્જ માફ કરીશુ. યૂપીમાં બીજેપીની સરકાર બનતા જ શેરડીના ખેડૂતોને શેરડીની ચુકવણી 14 દિવસમાં કરવામાં આવશે  અમે દિલ્હીમાં સરકાર બન્યા પછી શેરડીના ખેડૂતોના 22 હજાર કરોડની ચુકવણી કરી. 
 
- પીએમ મોદીએ સપા સરકાર પર મોટો લગાવ્યો - યૂપી સરકારને ચાર હજાર કરોડ આપ્યા જેથી તમારા લોકોના સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચ થાય પણ આ સરકાર 250 કરોડ પણ ખર્ચ ન કરી શકી. પછી અમે તેને વધારીને 7000 કરોડ કરી દીધા પણ આ સરકાર 280 કરોડ પણ ખર્ચ ન કરી શકી. 

પીએમ મોદીએ લગાવ્યો સપા સરકાર પર મોટો આરોપ, કહ્યુ - કેન્દ્રએ સાફ-સફાઈ માટે યૂપીને સાઢા નવ સો કરોડ રૂપિયા આપ્યા. યૂપી સરકારે 40 કરોડ પણ ખર્ચ નથી કર્યા. અખિલેશ સરકાર પારિવારિક ઝગડામાં જ અટવાયેલી રહી. 
 
પીએમ મોદીએ કહ્યુ - યૂપીમાં બીજેપીની  SCAM વિરુદ્ધની લડાઈ છે. S મતલબ સમાજવાદી પાર્ટી C મતલબ અખિલેશ અને M મતલબ માયાવતી.  મેરઠમાં નિર્દોષ વેપારીને મારવામાં આવ્યો. કાયદા વ્યવસ્થાની હાલત ખરાબ છે.  યૂપીમાં કોઈ સમાનય નાગરિક સાનેજ જીવતો ફરશે કે નહી તે નક્કી નથી. ગુંડાને આશ્રય આપનારી સરકાર હટાવવાની છે. 
 
- 2.5 વર્ષ થઈ ગયા મે કોઈ એક એવુ કામ કર્યુ નથી જેનાથી દેશને કોઈ નુકશાન થયુ હોય 
- પીએમ મોદી યૂપીમાં એસપી-કોંગ્રેસ ગઠબંધન પર બોલ્યા  - જે પહેલા અખિલેશને કોસ્તા હતા તે હવે એકબીજાનો સાથ આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશની સરકારને ગાળો આપનારા કોંગ્રેસના લોકો રાતો રાત એવુ શુ થઈ ગયુ કે તેમને ગળે ભેટી પડ્યા. 
 
-રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યો - યૂપીએ મને પ્રધાનમંત્રી બનાવ્યો. હાલ મને યૂપીનુ કર્જ ચુકવવાનુ શેષ છે. મને યૂપી માટે કેટલુક વધુ કરવુ બાકી છે. હુ યૂપીમાં કેટલુ પણ સારુ કરવા માંગુ પણ જો અહી  અહી અવરોધો ઉભા કરનારી સરકાર બેસી રહેશે તો દિલ્હીથી જે મોકલવાનું છે તે લખનૌમાં અટકી પડશે.  તેથી તેમને લખનૌથી હટાવવા જરૂરી છે. 
 
- રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ - શુ કારણ છે કે યૂપીના નૌજવાનને પોતાના પરિવાર, માતા પિતા સૌને છોડીન રોજી રોટલી કમાવવા માટે શહેરોમાં ગંદા ન આળાઓ પાસે ઝૂંપડીમાં જીંદગી ગુજારવી પડે છે. 
- રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ - યૂપીની પાસે હિન્દુસ્તાનનુ અવ્વલ રાજ્ય બનવાની બધી તાકત છે. અહી પર પ્રાકૃતિક સંસાધન છે. 
 
- ગંગા યમુના જેવી  પવિત્ર ધારાઓ છે.  આપણા ખેડૂતો છે. સંકલ્પ બદ્ધ નૌજવાન છે. 
- મોદીએ લોકસભા ચૂંટણી પહેલા આ ગ્રાઉંડ પર જનસભાને સંબોધિત કરી હતી. 
- મોદી આ રેલી દ્વારા બીજેપી નેતાઓ અને કાર્યકર્તાઓમાં વિધાનસભા ચૂંટણી માટે ઉત્સાહ ભરી રહ્યા છે. 
- આ રેલીમાં મેરઠની 7 મુઝ્ઝફરનગરની 6 બાગપતની 3 અને મોદીનગર અને હાપુડની 1-1 વિધાનસભા સીટોથી આવનારા મતદાઓને સંબોધિત કરી રહ્યા છે. 
Next Article